Not Set/ સુરત/ સંક્રમણમાં વધારાથી લોકો ગભરાયા, દુકાનોનાં સમયોમાં કર્યા આવા ફેરફાર

સુરતમાં છેલ્લા ઘણા દિવસથી અમદાવાદ કરતા પણ વઘુ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે, તો સાથે સાથે સુરત શહેર જ નહી પરંતુ સુરત ગ્રામ્યમાં પણ કોરોનાનો વિસ્તાર ઝડપથી વધી રહ્યો હોવનું નોધવામાં આવી રહ્યું છે. સુરતમા વધતા જતો કોરોનાનાં સંક્રમણથી લોકોમાં ભય જોવામાં આવી રહ્યો છે. અને આવા જ કારણોથી એટલે કે, કોરોનાના સંક્રમણ વધતાનાં કારણથી જ […]

Gujarat Surat
3ac07482390880f30b74194a5bd0e1b1 સુરત/ સંક્રમણમાં વધારાથી લોકો ગભરાયા, દુકાનોનાં સમયોમાં કર્યા આવા ફેરફાર

સુરતમાં છેલ્લા ઘણા દિવસથી અમદાવાદ કરતા પણ વઘુ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે, તો સાથે સાથે સુરત શહેર જ નહી પરંતુ સુરત ગ્રામ્યમાં પણ કોરોનાનો વિસ્તાર ઝડપથી વધી રહ્યો હોવનું નોધવામાં આવી રહ્યું છે. સુરતમા વધતા જતો કોરોનાનાં સંક્રમણથી લોકોમાં ભય જોવામાં આવી રહ્યો છે. અને આવા જ કારણોથી એટલે કે, કોરોનાના સંક્રમણ વધતાનાં કારણથી જ વેપારીઓ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને તેની જાહેરાત કરી દેવામાં આવી છે. 

જી હા, સુરતનાં વિવિધ દુકાનદાર એસોસિએશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, સ્વૈચ્છિક રીતે દુકાનોનો સમય ઘટાડવામાં આવ્યો છે. આગામી 31 જુલાઇ સુધી દુકાનનાં સમયમાં ઘટાડાનો નિર્ણય અમલી રહેશે તેવી જાહેરાત કરી દેવામાં આવી છે. 

વિવિધ પ્રકારની દુકાનો માટે વિવિઘ સમય જાહેર કરવામાં આવ્યા છે. જેમ કે, સ્ટેશનરીની દુકાનો સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી, તો મશીન ટુલ્સ અને હાર્ડવેરની દુકાનો સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. જ્યારે હાર્ડવેર અને બિલ્ડીંગ મટિરીયલની દુકાનો સાજે 4 વાગ્યા સુધી જ ખુલી રાખવામાં આવશે. ખાદ્યતેલ વેપાર મંડળ દ્વારા પણ જાહેરાત કરી દેવામાં આવી છે કે તેમની સાથે સંકળાયેલી તમામ દુકાનો સાંજે 4 વાગ્યા સુધી ખુલી રહેશે. 

હોલસેલ એફએમસીજી બપોરે 3 વાગ્યા સુધી, સિરામીક એસો. સાંજે 5 વાગ્યા સુધી, ઇલક્ટ્રીક મર્ચન્ટ સાંજે 5 વાગ્યા સુધી દુકાનો ખુલી રાખવામાં આવશે. તમામ દુકનદાર અને વેપારી સંગઠન દ્વારા કોરોનાનાં વધતા સંક્રમણ અને ડરનાં કારણે સ્વયંમ સંચાલીત આંશીક લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews