Not Set/ ટ્યુશન ક્લાસમાં જ વિદ્યાર્થીના કપડાં કોણે ઉતાર્યા, વીડિયો થયો વાઇરલ

પોરબંદર, પોરબંદરમાં બાળકો પર દિવસેને દિવસે અત્યાચાર કરવાની ઘટનામાં વધારો થઇ રહ્યો તેમ લાગે છે. અગાળ બે દિવસ પહેલા કુતિયાણાના શિક્ષકે બાળકોને માર મારવાની ઘટના સામે આવી હતી. ત્યારે હજુ તો તેની શાહી સુકાઈ પણ નથી. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં પોરબંદર શહેરના કોઈ રહેણાંક મકાનમાં આવેલા ટયુશન ક્લાસમાં આઠેક વર્ષના વિદ્યાર્થીના […]

Top Stories Gujarat Others
aaw 1 ટ્યુશન ક્લાસમાં જ વિદ્યાર્થીના કપડાં કોણે ઉતાર્યા, વીડિયો થયો વાઇરલ

પોરબંદર,

પોરબંદરમાં બાળકો પર દિવસેને દિવસે અત્યાચાર કરવાની ઘટનામાં વધારો થઇ રહ્યો તેમ લાગે છે. અગાળ બે દિવસ પહેલા કુતિયાણાના શિક્ષકે બાળકોને માર મારવાની ઘટના સામે આવી હતી. ત્યારે હજુ તો તેની શાહી સુકાઈ પણ નથી. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે.

જેમાં પોરબંદર શહેરના કોઈ રહેણાંક મકાનમાં આવેલા ટયુશન ક્લાસમાં આઠેક વર્ષના વિદ્યાર્થીના કપડા તેના જ  સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉતારતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે. જેના પગલે પોલીસ તપાસ કરી રહી છે.

જો કે આ વિડીયો પોરબંદરનો જ છે કે કેમ ? તેની હાલ પોલીસ તપાસ થાય તો તથ્ય બહાર આવે તેમ છે. વિડીયો કલીપ વાઈરલ થઇ છે જે કોઈ રહેણાંક મકાન માં ચાલતા ટયુશન ક્લાસ ની હોવાનું જણાઈ આવે છે.

આપને જણાવીએ કે ત્રીસ સેકન્ડની આ કલીપમાં ટયુશન ક્લાસના વિદ્યાર્થીઓ એક આઠેક વર્ષના વિદ્યાર્થીના બન્ને હાથ પકડી રાખે છે અને તેના સાથી વિદ્યાર્થીઓ આ વિદ્યાર્થીના શર્ટ અને બાદમાં પેન્ટ કાઢી રહ્યા છે અને આ  દરમિયાન ભોગ બનેલ વિદ્યાર્થી રડતો હોય તેવું નજરે પડી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ટયુશન ક્લાસની શિક્ષિકા આ વિદ્યાર્થીઓને તેમ કરતા અટકાવવાને બદલે પોતાની કામગીરીમાં જ વ્યસ્ત હોવાનું જોવા મળી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.