Covid-19/ છેલ્લા 24 કલાકમાં દેશમાં નોધાયા 11831 નવા કેસ, અત્યાર સુધી 58 લાખ લોકોને મુકાઇ કોરોના રસી

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં નોધાયા 11831 નવા કેસ, અત્યાર સુધી 58 લાખ લોકોને મુકાઇ કોરોના રસી

Top Stories India
corona new strain.jpg1 છેલ્લા 24 કલાકમાં દેશમાં નોધાયા 11831 નવા કેસ, અત્યાર સુધી 58 લાખ લોકોને મુકાઇ કોરોના રસી

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ રોગચાળાના 11 હજાર 831 નવા કેસ નોંધાયા છે. ગઈકાલે 84 લોકોનાં કોરોનાને કારણે મોત નીપજ્યાં હતાં. આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે દેશમાં અત્યાર સુધીમાં લગભગ 58 લાખ લોકોને રસી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય કાર્યકરોને દેશવ્યાપી કોરોના વાયરસ રસીકરણ કાર્યક્રમ અંતર્ગત પ્રથમ રસી આપવામાં આવી રહી છે.

Image result for corona test britain

અત્યાર સુધીમાં એક લાખ 55 હજાર 80 લોકોનાં મોત નીપજ્યાં છે

આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજેતરના આંકડા મુજબ દેશમાં કોરોનાના પોઝીટીવ કેસની સંખ્યા એક કરોડ આઠ લાખ 38 હજાર 194 પર પહોંચી ગઈ છે. તેમાંથી એક લાખ 55 હજાર 80 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં હાલમાં સક્રિય કેસની સંખ્યા એક લાખ 48 હજાર 609 છે અને ડિસ્ચાર્જ થયેલા કેસની સંખ્યા એક કરોડ પાંચ લાખ 34 હજાર 505 છે. અત્યાર સુધીમાં કુલ 58 લાખ 12 હજાર 362 લોકોને કોરોના વાયરસની રસી આપવામાં આવી છે.

Image result for corona test britain

દેશમાં અત્યાર સુધીમાં 20 કરોડ ટેસ્ટ થયા છે

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) એ માહિતી આપી છે કે ગઈકાલ સુધીમાં ભારતમાં કોરોના વાયરસ માટે કુલ 20 કરોડ 19 લાખ 614 નમૂના પરીક્ષણ કરવામાં આવ્યા છે, જેમાંથી ગઈકાલે પાંચ લાખ 32 હજાર 236 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

#controvercial / ‘બોયફ્રેન્ડ વિના છોકરીઓને યુનિ.માં પ્રવેશ મળશે નહીં’…

Stock Market / શેરબજારમાં આજે તેજીનો માહોલ,  સેન્સેક્સ 473 પોઇન્ટના વધારા સાથે 51200 પર ખુલ્યો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ