Not Set/ સતત વધતા કોરોનાનાં કેસે આપ્યો પ્રતિબંધને આવકારો, હેર સલૂન અને બ્યૂટી પાર્લર માટે જાહેર નવી ગાઈડલાઈન

દેશ અને દુનિયામાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. ત્યારે આ કડીમાં ગુજરાત પણ પાછળ નથી. રાજ્યમાં પણ દૈનિક કોરોનાનાં કેસમાં વધારો થઇ રહ્યો છે.

Top Stories Gujarat Others
હેર સલૂન અને બ્યૂટી પાર્લર
  • હેર સલૂન અને બ્યૂટી પાર્લર માટે ગાઈડલાઈન
  • ક્ષમતાના 50 ટકા ગ્રાહકોને જ પ્રવેશ આપવા સૂચના
  • કર્મચારીએ બન્ને ડોઝ લેવા અને માસ્ક ફરજિયાત
  • કર્મચારીએ માસ્ક સાથે મોજા પહેરવા ફરજિયાત
  • સલૂન, પાર્લરમાં ગ્રાહકો માટે સેનેટાઈઝરની વ્યવસ્થા કરવી
  • ગુજરાત પોલીસે ટ્વિટ કરી ગાઈડલાઈન જાહેર કરી

દેશ અને દુનિયામાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. ત્યારે આ કડીમાં ગુજરાત પણ પાછળ નથી. રાજ્યમાં પણ દૈનિક કોરોનાનાં કેસમાં વધારો થઇ રહ્યો છે. જેને લઇને હવે એકવાર ફરી પ્રતિબંધો વધુમાં વધુ લગાવવામાં આવે તેવી પૂરી સંભાવનાઓ છે. આ વચ્ચે સમાચાર સામે આવી રહ્યા છે કે, રાજ્યમાં હવે હેર સલૂન અને બ્યૂટી પાર્લર માટે ગાઈડલાીન બહાર પાડવામાં આવી છે.

આ પણ વાંચો – રસીકરણ / રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરમાં બાળકોની રસીકરણનો પ્રારંભ,જાણો વિગત

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનાં કેસમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે, જેનુ પરિણામ છે કે આજે એક એવો સમય આવી ગયો છે કે પ્રતિબંધો વધુ લગાવવામાં આવે તેવી સંભાવનાઓ પ્રબળ બની છે. આ વચ્ચે ગુજરાત પોલીસે એક ટ્વીટ મારફતે ગાઈડલાઈનની જાહેરાત કરી છે. હવે હેર સલૂન અને બ્યૂટી પાર્લર માટે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જણાવી દઇએ કે, હવે ક્ષમતાનાં ગુજરાત પોલીસ દ્વારા રાજ્યનાં હેર સલૂન અને બ્યૂટી પાર્લરને કોરોનાનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોન મુક્ત રાખવા માટે કોવિડ ગાઈડલાઈન સંપૂર્ણપણે લાગુ કરવામાં આવી છે. જણાવી દઇએ કે, આ અંગે ગુજરાત પોલીસ ટ્વીટ કરતા લખ્યુ, “ઓમિક્રોનનાં વધતા પ્રભાવ વચ્ચે હેર સલૂન અને બ્યુટી પાર્લરનાં માલિકોએ કોવિડ ગાઈડલાઈનને ચુસ્ત પણે અમલમાં મૂકી ગ્રાહકોને તથા પોતાને સુરક્ષિત રાખવા.” આ ઉપરાંત ટ્વીટ કરાયેલ પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે, હેર સલૂન અને બ્યૂટી પાર્લરમાં ક્ષમતાનાં 50 ટકા ગ્રાહકોને જ પ્રવેશ આપવામાં આવશે. સાથે જ કર્મચારીઓને રસીનાં બન્ને ડોઝ મુકાવી લેવા, માસ્ક તથા હાથમોજા પહેરી રાખવા માટેનાં આદેશ કરાયા છે. તેમજ સલૂન અને પાર્લરનાં માલિકોને ગ્રાહકો માટે સેનેટાઈઝરની વ્યવસ્થા ગોઠવવા માટે પણ જણાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં રોજ કોરોનાનાં કેસમાં વધારો ઝીંકાઇ રહ્યો છે. ત્યારે આ વધતા કેસ ત્રીજી લહેર આવવાની સંભાવનાઓને દર્શાવતો હોય તેવુ લાગી રહ્યુ છે. તંત્ર દ્વારા સતત નાગરિકોને સતર્કતા રાખવા અપીલ કરવામાં આવી રહી છે. જણાવી દઇએ કે, રાજ્યમાં રવિવારે 968 કોરોનાનાં કેસ સામે આવ્યા હતા. જે મુજબ અમદાવાદમાં સૌથી વધુ 391 કેસ, વડોદરામાં 64, આણંદમાં 29 કેસ, સુરતમાં 209 કેસ, રાજકોટમાં 40 કોરોનાનાં કેસ, ખેડામાં 39 કેસ, વલસાડમાં 21 કેસ અને નવસારીમાં 9 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાને માત આપીને ઠીક થનાર દર્દીઓની સંખ્યામાં ઘટડો થઇ રહ્યો છે, આ સમયગાળામાં 141 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,33,279 પર પહોચ્યો છે. જયારે રાજ્યમાં ઠીક થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,18,896 ને આસપાસ થઈ છે.