Gas Leak/ જોર્ડનમાં ઝેરી ગેસ લીક ​​થવાને કારણે 10 લોકોના મોત,200ની હાલત અતિ ગંભીર

પશ્ચિમ એશિયાના દેશ જોર્ડનમાં ઝેરી ગેસ લીક ​​થવાને કારણે 10 લોકોના મોત થયા છે. આ સિવાય 200થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે

Top Stories World
24 2 જોર્ડનમાં ઝેરી ગેસ લીક ​​થવાને કારણે 10 લોકોના મોત,200ની હાલત અતિ ગંભીર

પશ્ચિમ એશિયાના દેશ જોર્ડનમાં ઝેરી ગેસ લીક ​​થવાને કારણે 10 લોકોના મોત થયા છે. આ સિવાય 200થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. સમાચાર એજન્સી એએફપીને ટાંકીને આ માહિતી સામે આવી છે. આ ઘટના કેવી રીતે બની તે અંગેની માહિતી બહાર આવી નથી. આ અંગે સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.જે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તેમને સત્વરે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 

 

રાજ્ય સમાચાર એજન્સીએ જાહેર સુરક્ષા નિયામકના પ્રવક્તાને ટાંકીને જણાવ્યું હતું કે પરિવહન દરમિયાન ઝેરી ગેસથી ભરેલી ટાંકી તૂટી પડ્યા બાદ ગેસ લિકેજ થતાં આ દુર્ઘટના ઘટી હતી. ગેસ લિકેજના કારણે હાલ 10 લોકોના મોત થયા હતા અને 200ની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.