ભારતના પ્રવાસે આવેલા/ EUના વડાએ કહ્યું ‘ આવનાર સમય ભારતનો છે’

રાયસીના ડાયલોગની શરૂઆતમાં તેમણે કહ્યું કે આવનારા દાયકામાં ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Top Stories India
15 11 EUના વડાએ કહ્યું ' આવનાર સમય ભારતનો છે'

યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન આ દિવસોમાં ભારતના પ્રવાસે છે. રાયસીના ડાયલોગની શરૂઆતમાં તેમણે કહ્યું કે આવનારા દાયકામાં ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવનારો સમય ભારતનો છે. તેમણે કહ્યું કે ભારત અને EU બંનેના ઉદ્દેશ્ય સમાન છે. ભારતમાં દર પાંચ વર્ષે ચૂંટણી થાય છે ત્યારે સમગ્ર વિશ્વની નજર ભારત પર હોય છે. આખી દુનિયા જાણવા માંગે છે કે 130 કરોડ લોકો આખરે કોને પસંદ કરશે.

તેમણે કહ્યું કે, ભારત અને EUના મૂળભૂત મૂલ્યો અને સામાન્ય હિતોને જોતાં, સાથે મળીને ચાલવાની જરૂર છે. અમે મૂળભૂત અધિકારોમાં વિશ્વાસ કરીએ છીએ. આ રીતે લોકશાહી મજબૂત બને છે. આ બાબતમાં પણ ભારત અને આપણી વિચારસરણી એકરૂપ થાય છે.EUના વડાએ એમ પણ કહ્યું કે લગભગ 2000 વર્ષ પહેલા યુરોપમાં લોકશાહીની શરૂઆત થઈ હતી, જોકે હવે ભારત સૌથી મોટું લોકતંત્ર છે. તેમણે કહ્યું કે એકબીજાની વચ્ચે સુરક્ષિત અને મુક્ત વેપાર પ્રગતિનો માર્ગ ખોલશે.

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને ઈયુ ચીફે કહ્યું કે કિવ પર આ પ્રકારનો હુમલો રશિયાની વ્યૂહાત્મક નિષ્ફળતા છે. તેમણે કહ્યું કે યુરોપ યુક્રેનની સાથે ઊભું છે અને તેની સાર્વભૌમત્વની રક્ષા માટે શક્ય તમામ પ્રયાસ કરશે. રશિયાની આ આક્રમકતા યુરોપ માટે પણ ખતરો બની શકે છે. તેથી જ રશિયા પર પ્રતિબંધો લાદવા જરૂરી બની ગયા.