અંધશ્રદ્ધા/ ગધેડાનાં કરાવવામાં આવ્યા લગ્ન, આ કારણે એકને ‘વર’ તો બીજાને ‘વધુ’ બનાવાયા

દુનિયા આજે ટેકનોલોજીથી સજ્જ થવા લાગી છે, ત્યારે હજુ પણ આપણા દેશમાં ઘણા એવા રાજ્યો છે કે જ્યા લોકો આજે પણ અંધશ્રદ્ધામાં જીવી રહ્યા છે. માત્ર અભણ જ નહિ પણ ભણેલો વર્ગ પણ આ અંધશ્રદ્ધાથી પોતાને દૂર રાખી શકતો નથી. તેનુ એક ઉદાહરણ સામે આવ્યુ છે, વરસાદ સારો પડે તે માટે તેલંગણાનાં ગામમાં બે ગધેડાઓનાં […]

India
Donkey Wedding ગધેડાનાં કરાવવામાં આવ્યા લગ્ન, આ કારણે એકને ‘વર’ તો બીજાને ‘વધુ’ બનાવાયા

દુનિયા આજે ટેકનોલોજીથી સજ્જ થવા લાગી છે, ત્યારે હજુ પણ આપણા દેશમાં ઘણા એવા રાજ્યો છે કે જ્યા લોકો આજે પણ અંધશ્રદ્ધામાં જીવી રહ્યા છે. માત્ર અભણ જ નહિ પણ ભણેલો વર્ગ પણ આ અંધશ્રદ્ધાથી પોતાને દૂર રાખી શકતો નથી. તેનુ એક ઉદાહરણ સામે આવ્યુ છે, વરસાદ સારો પડે તે માટે તેલંગણાનાં ગામમાં બે ગધેડાઓનાં લગ્ન કરાવવામાં આવ્યા છે.

gadheda 2 ગધેડાનાં કરાવવામાં આવ્યા લગ્ન, આ કારણે એકને ‘વર’ તો બીજાને ‘વધુ’ બનાવાયા

આપણો દેશ હવે ચંદ્ર સુધી પહોંચી ચુક્યો છે, તેમ છતા લોકોમાં અંધશ્રદ્ધા દૂર થવાનુ નામ નથી લઇ રહી. આ અંધશ્રદ્ધાના કારણે અનેકવાર લોકો એવા કામ કરતાં હોય છે જે ચર્ચાનો વિષય બની જાય છે. તેલંગણામાં આ વર્ષે સારો વરસાદ થાય તે માટે ગામ લોકોએ એકઠા થઈ એક ટોટકાનાં ભાગરૂપે ગધેડાનાં લગ્ન કરાવ્યા છે. આજે દેશમાં ઘણા વિસ્તારોમાં વરસાદ સારો પડ્યો છે પરંતુ જ્યા મેઘરાજાએ તેની મહેર કરી નથી ત્યા આ પ્રકારનાં કિસ્સાઓ સામે આવી જાય છે. વરસાદ સારો પડે તે માટે લોકો અનેક પ્રકારનાં ધાર્મિક કાર્યો કરતા હોય છે પરંતુ આ ઘટના હાલમાં ચર્ચાનો વિષય બની છે. ઈંદ્રદેવની કૃપા થાય તે માટે લોકોએ બોવનપલ્લીનાં નલ્લા પોચમ્મા મંદિરમાં બે ગધેડાને લગ્નગ્રંથીથી બાંધી દીધા છે. આ લગ્ન પણ સાદાઈથી નહીં ધામધૂમથી કરવામાં આવ્યા છે.

ggggg ગધેડાનાં કરાવવામાં આવ્યા લગ્ન, આ કારણે એકને ‘વર’ તો બીજાને ‘વધુ’ બનાવાયા

દેશમાં એક તરફ વિશ્વ ગુરુનું સ્વપ્ન જોઇ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજી તરફ આ પ્રકારની અંધશ્રદ્ધામાં જીવી રહેલા લોકો કે જે પોતાની હરકતોથી લોકો માટે હાસ્યનો વિષય બની જાય છે. આપને જાણીને નવાઇ લાગશે પણ આ બંન્ને ગધેડાનાં લગ્નમાં આ લોકોએ એકઠા થઇ આતીશબાજી કરી, ઢોલનાં તાલે નાચ્યા અને વાજતે ગાજતે ગધેડાનાં લગ્ન કરાવવામાં આવ્યા. લગ્ન માટે એક ગધેડાને વરરાજા અને બીજાને વધૂની જેમ શણગાર કરવામાં આવ્યો હતો. લોકોનું માનવું છે કે ચાર વર્ષ પહેલા આ રીતે ગધેડાનાં લગ્ન કરાવવામાં આવ્યા હતા ત્યારે અહીં સારો વરસાદ થયો હતો. બંન્ને ગધેડાનાં લગ્ન કરાવ્યા બાદ હવે ગામનાં લોકો વરસાદ સારો પડવાની રાહ જોઇ રહ્યા છે, ત્યારે જોવાનું રહેશે કે શું તેમના દ્વારા કરવામાં આવેલ આ ટોટકો સફળ રહે છે કેમ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.