Not Set/ અમદાવાદ APMC શાકમાર્કેટમાં 33 ટકા દૂકાનો ખોલવાના તઘલખી નિર્ણયથી વેપારીઓ હડતાલ પર

અમદાવાદનાં જમાલપુરમાં આવેલી APMC શાકમાર્કેટ બંધ જોવામાં આવી રહી હોવાનાં વિગતો સામે આવી રહી છે. જી હા, માત્ર 53 વેપારીઓને દુકાનો ખોલવાની મંજૂરી અપાતા બાકીનાં વેપારીઓ દ્વારા APMC શાકમાર્કેટ બંધ રાખી હડતાળનો માર્ગ પકડવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે.  આપને જણાવી દઇએ કે, અમદાવાદ મનપા દ્વારા APMC શાકમાર્કેટમાં માત્ર 33 ટકા દુકાનો ખુલ્લી રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. […]

Ahmedabad Gujarat
9b7fcb155c70224020ed257b32114e99 અમદાવાદ APMC શાકમાર્કેટમાં 33 ટકા દૂકાનો ખોલવાના તઘલખી નિર્ણયથી વેપારીઓ હડતાલ પર
9b7fcb155c70224020ed257b32114e99 અમદાવાદ APMC શાકમાર્કેટમાં 33 ટકા દૂકાનો ખોલવાના તઘલખી નિર્ણયથી વેપારીઓ હડતાલ પર

અમદાવાદનાં જમાલપુરમાં આવેલી APMC શાકમાર્કેટ બંધ જોવામાં આવી રહી હોવાનાં વિગતો સામે આવી રહી છે. જી હા, માત્ર 53 વેપારીઓને દુકાનો ખોલવાની મંજૂરી અપાતા બાકીનાં વેપારીઓ દ્વારા APMC શાકમાર્કેટ બંધ રાખી હડતાળનો માર્ગ પકડવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. 

આપને જણાવી દઇએ કે, અમદાવાદ મનપા દ્વારા APMC શાકમાર્કેટમાં માત્ર 33 ટકા દુકાનો ખુલ્લી રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, માર્કેટમાં 240 કરતા વધારે દુકાનો છે અને 33 ટકા અટલે કે, માત્ર 53 દુકાનો ખોલવા મંજૂરી તંત્ર દ્વારા આપવામાં આવી છે. 

હોલસેલ વેપારીઓને મંજૂરી ન અપાતા વિરોધનાં વાદળો ઘેરાયા છે. હડતાળથી શાકભાજીની અછત સર્જાવાની શક્યતા જોવામાં આવી રહી છે. વેપારીઓ હડતાળ પાડી તંત્ર સામે સમગ્ર મામલામાં યોગ્ય કરવાની રજૂઆત કરશે, ત્યારે હાલ તો APMC શાકમાર્કેટ બંધ હોવાનાં પગલે ફરી લોકોમાં ટેન્શન જોવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews