Not Set/ અમરેલીના છેવાડાના ગામડાઓમાં આરસીસી રોડમાં ભ્રષ્ટ્રાચારનો ભોરિંગ

અમરેલી, અમરેલી જિલ્લાના છેવાડાના ગામડાઓમાં બનાવવામાં આવેલા આરસીસી રોડમાં મોટા પાયે ભ્રષ્ટ્રાચાર થયો હોવાની ગ્રામજનોમાં બૂમ ઉઠી છે. કુંકાવાવ તાલુકાનું ખડખડ ગામ જે છેલ્લા થોડા સમયથી વિકાસના પંથે આગળ વધી રહ્યું હોય તેવું નજરે પડે છે. પણ આ ગામમાં છેલ્લા બે જ મહિના પહેલા આર સી સી રોડ બન્યો છે. જે ગામની વચ્ચે આવેલ છે […]

Top Stories Gujarat Others
mantavya 210 અમરેલીના છેવાડાના ગામડાઓમાં આરસીસી રોડમાં ભ્રષ્ટ્રાચારનો ભોરિંગ

અમરેલી,

અમરેલી જિલ્લાના છેવાડાના ગામડાઓમાં બનાવવામાં આવેલા આરસીસી રોડમાં મોટા પાયે ભ્રષ્ટ્રાચાર થયો હોવાની ગ્રામજનોમાં બૂમ ઉઠી છે.

mantavya 211 અમરેલીના છેવાડાના ગામડાઓમાં આરસીસી રોડમાં ભ્રષ્ટ્રાચારનો ભોરિંગ

કુંકાવાવ તાલુકાનું ખડખડ ગામ જે છેલ્લા થોડા સમયથી વિકાસના પંથે આગળ વધી રહ્યું હોય તેવું નજરે પડે છે. પણ આ ગામમાં છેલ્લા બે જ મહિના પહેલા આર સી સી રોડ બન્યો છે.

mantavya 212 અમરેલીના છેવાડાના ગામડાઓમાં આરસીસી રોડમાં ભ્રષ્ટ્રાચારનો ભોરિંગ

જે ગામની વચ્ચે આવેલ છે અને આ રોડમાં બે જ મહિનામા ગાબડાઓ પડવા લાગ્યા છે અને ધૂળની ડમરીઓ ઉડવા લાગી છે. સ્થાનિકોને ઊડતી ધૂળની ડમરીઓના લીધે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

mantavya 213 અમરેલીના છેવાડાના ગામડાઓમાં આરસીસી રોડમાં ભ્રષ્ટ્રાચારનો ભોરિંગ

અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે કે અમારે કેટલાયે સમય બાદ આર.સી.સી. અને ડામર રોડ બન્યો છે. પણ અફસોસ કે આ છેવાડાના ગામડાઓમાં વિકાસના કામોની સાથે સાથે ગેરરીતિઓ આચરવામાં આવી રહી હોવાની ગ્રામજનોનો આક્ષેપ છે.

mantavya 214 અમરેલીના છેવાડાના ગામડાઓમાં આરસીસી રોડમાં ભ્રષ્ટ્રાચારનો ભોરિંગ

સરકાર દ્વારા ચોક્કસ તપાસ કરવામાં આવે તેવી સ્થાનિકોની માગ ઉઠી છે. તેમજ આ સી.સી.રોડ અને ડામર રોડના કામમાં તપાસ થાય તો ?  દૂધનું દૂધ અને પાણીનું પાણી નજરે આવી જશે…