Not Set/ કપિલ શર્માનો શો આવતાની સાથે આ નંબરે છે ટીઆરપીની રેસમાં..

મુંબઇ કપિલ શર્માનો શો એક વર્ષથી બંધ રહ્યો હતો. દરેક ઉંમરના લોકોને હસાવનાર કપિલના આ શોએ ટીવી પર વાપસી કરી લીધી છે. એક વર્ષ પછી આવ્યા પછી પણ તેના શોએ ધમાકેદાર એન્ટ્રી લીધી છે. હાલના ટીવી શોના આંકડા પ્રમાણે કપિલના  શોએ ટોપ ૫માં સ્થાન મેળવી લીધું છે. BARC ના આંકડા પ્રમાણે કપિલ શર્માનો શો ટીઆરપીની […]

Trending Entertainment
Kapil કપિલ શર્માનો શો આવતાની સાથે આ નંબરે છે ટીઆરપીની રેસમાં..

મુંબઇ

કપિલ શર્માનો શો એક વર્ષથી બંધ રહ્યો હતો. દરેક ઉંમરના લોકોને હસાવનાર કપિલના આ શોએ ટીવી પર વાપસી કરી લીધી છે. એક વર્ષ પછી આવ્યા પછી પણ તેના શોએ ધમાકેદાર એન્ટ્રી લીધી છે. હાલના ટીવી શોના આંકડા પ્રમાણે કપિલના  શોએ ટોપ ૫માં સ્થાન મેળવી લીધું છે. BARC ના આંકડા પ્રમાણે કપિલ શર્માનો શો ટીઆરપીની રેસમાં ૫માં નંબર પર છે.

કોણ છે પ્રથમ નંબર પર ?

ટીઆરપીમાં પ્રથમ નંબર પર કુમકુમ ભાગ્ય સીરીયલ છે જયારે કુમકુમ ભાગ્ય ચોથા નંબર પર છે.

જુના શોમાં સુનિલ ગ્રોવર સાથે ઝઘડો થયા બાદ કપિલ શર્માની જે પડતી થઈ હતી તે જોયા બાદ ઘણા લોકો એવું માનતા હતા કે કપિલનો ટાઈમ પૂરો થઈ ગયો છે. કપિલે એ પછી બે વાર શોમાં વાપસી કરવા પ્રયત્ન કર્યો પરંતું તેનામાં પહેલા જેવી મજા જોવા મળી નહતી.

શું કપિલના શો ને લીધે કાનપુર વાલે ખુરાના બંધ થઇ ગયો ?

સુનિલ ગ્રોવર ડીસેમ્બરમાં જ સ્ટાર પ્લસ પર કાનપુર વાલે ખુરાના શો લઈને આવ્યો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ શો કપિલ શર્માના શોને લીધે ટૂંક સમયમાં બંધ થઇ જવાનો છે. આ શો મામલે સુનીલ સોશિયલ મીડિયા પર ઘણો ટ્રોલ પણ થયો છે.

આ મામલે સુનીલે એક ખુલાસો કર્યો હતો તેણે કહ્યું કે તેણે કાનપુરવાલે…શો ના માત્ર ૧૬ એપિસોડનું જ શુટિંગ કર્યું છે. સલમાન ખાનની ભારત ફિલ્મમાં તેનો રોલ હોવાથી તે બન્ને જગ્યાએ કામ કરી શકે તેમ નથી. જે કારણોસર આ શો ટૂંક સમયમાં ઓફ એર થઇ જવાનો છે.

ગયા વર્ષે ગર્લફ્રેન્ડ ગિન્ની સાથે કર્યા લગ્ન 

કપિલના શોની ટીમ પણ  વિખરાઈ જતા કપિલ ડિપ્રેશનમાં સરી પડ્યો હતો પરંતુ તેણે લાંબો બ્રેક લીધો હતો અને ગર્લફ્રેન્ડ ગિન્ની સાથે લગ્ન કર્યા હતા.

તેના શોમાં કેટલાંક જૂના કલાકારો છે જેમાં ચંદન પ્રભાકર, કિકુ શારદા અને સુમોના ચક્રવર્તીનો સમાવેશ થાય છે. જ્યારે સરપ્રાઇઝ પેકેજમાં ભારતી સિંહ અને કૃષ્ણા અભિષેક કપિલ સાથે જોડાયા છે. તો વળી આ શોને હવે સલમાન ખાનનું પ્રોડક્ષન હાઉસ પણ સ્પોન્સર કરી રહ્યું છે.

ટીઆરપી રેસમાં કપિલ શર્માનો શો આખા દેશનો નંબર 5 નંબર પર આવી ગયો છે.