બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચનના ચાહકોની કોઈ કમી નથી. આથી જ ચાહકો તેમની સાથે સંબંધિત બધી બાબતો જાણવા માગે છે. ત્યારે સોશિયલ મીડિયા પર ઐશ્વર્યાના ફોટા અને વીડિયો પણ વાયરલ થવામાં સમય નથી લાગતો.આવામાં ઐશ્વર્યાનો એક જૂનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ઐશ્વર્યા ગીત ગાતી જોવા મળી રહી છે.
ઐશ્વર્યા રાય બચ્ચનનો જૂનો વીડિયો સિંગિંગ સુપરસ્ટાર દ્વારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં ઐશ્વર્યા સુપરહીટ ગીત ‘તેરી યાદ હમસફર સુબહ શામ’ ગાતી જોવા મળી રહી છે. વીડિયોમાં ઐશ્વર્યા સાથે ચંદ્રચુડ સિંહ પણ જોવા મળી રહ્યો છે.
આપને જણાવી દઇએ કે ‘તેરી યાદ હમસફર સુબહ શામ’ ગીત ઐશ્વર્યાની ફિલ્મ ‘ઓર પ્યાર હો ગયા’નું છે. ઐશ્વર્યાએ આ ફિલ્મથી હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મ 1997 માં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મમાં ઐશ્વર્યાની સાથે બોબી દેઓલ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. જયારે ફિલ્મના ગીતો પણ હિટ સાબિત થયા.
આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. ઐશ્વર્યાના ચાહકો તેની ગાયકી પ્રતિભાના વખાણ કરતાં થાકતા નથી. આવી સ્થિતિમાં એક યુઝરે લખ્યું, ‘તેમના કરતા બધું આગળ છે.’ તો ત્યાં બીજા એક યુઝરે લખ્યું, ‘ઐશ્વર્યામાં હવે આત્મવિશ્વાસ વધ્યો છે.’
નોંધપાત્ર વાત એ છે કે ઐશ્વર્યા રાયે તાજેતરમાં તેનો 46 મો જન્મદિવસ ઉજવ્યો હતો, આ દરમિયાન અભિષેક બચ્ચન અને પુત્રી આરાધ્યા બચ્ચન તેની સાથે દેખાયા હતા. ઐશ્વર્યાના જન્મદિવસના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.