Bollywood/ વધુ એક અભિનેત્રી બની માતા,દંગલ ફેઈમ બબીતા ફોગટે આપ્યો દીકરાને જન્મ,તસવીરો કરી શેર

બોલિવૂડમાં કોરોનાકાળ અંતર્ગત જાણે જચ્ચા-બચ્ચાની સીઝન પૂરબહારમાં ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે.અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી માતા-પિતા બની ચૂક્યા છે, અનુષ્કાએ ગઈકાલે સુંદર

Top Stories Entertainment
1

બોલિવૂડમાં કોરોનાકાળ અંતર્ગત જાણે જચ્ચા-બચ્ચાની સીઝન પૂરબહારમાં ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે.અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી માતા-પિતા બની ચૂક્યા છે, અનુષ્કાએ ગઈકાલે સુંદર બાળકીનો જન્મ આપ્યો છે,આ ઉપરાંત બોલિવૂડમાં વધુ એક અભિનેત્રીને ત્યાં પારણા બંધાયા છે. આમિરખાન અભિનિત ફિલ્મ “દંગલ” માં અભિનેત્રી તરીકે ચમકેલી મહિલા પહેલવાન બબીતા ફોગટ હવે માતા બની ચૂકી છે.

Double celebration: Wrestler Babita Phogat- Vivek Suhag blessed with a baby boy, Viruksha welcomes lil angle on the same day - IBTimes India

દ્વારકા સ્થિત મણિલાલ હોસ્પિટલમાં તેણે પુત્ર રત્નને જન્મ આપ્યો છે. માતા અને પુત્ર બંનેની તબિયત સારી છે. બબીતાના પતિ વિવેક સુહાગે બાળક સાથે તસવીર શેર કરી અને બબીતાના ચાહકોને આ ખુશ ખબરી આપી હતી.બબીતાના સાસરે ગોપાલ નગરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Babita Phogat, Husband Vivek Suhag Welcome A Baby Boy. See Pics | Wrestling News

બબીતાના સસરા જયસિંહ સુહાગે જણાવ્યું હતું કે રવિવારે રાત્રે બબિતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અને સોમવારે બપોરે બાળકનો જન્મ થયો છે. બાળકના જન્મ બાદ તેને ઠેરઠેરથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. તેના સસરાએ જણાવ્યું હતું કે હું ઇચ્છું છું કે મારો પૌત્ર પણ મારા પુત્ર અને પુત્રવધુની જેમ નામ રોશન કરે.

Wrestler Babita Phogat blessed with a baby boy, shares pics

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…