Not Set/ IPL 2018 : રોમાંચક મેચમાં અંતિમ બોલ પર હૈદરાબાદે મેળવી શાનદાર જીત

હૈદરાબાદ, હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમાં યજમાન સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે અંતિમ ઓવરના છેલ્લા બોલ પર રોમાંચક વિજય મેળવ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સની દ્વારા આપવામાં આવેલા ૧૪૮ રનના ટાર્ગેટને વટાવી હૈદરાબાદની ટીમે ૧ વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો. A glorious slog over mid-wicket and @SunRisers beat #MI by […]

Top Stories
kllrt IPL 2018 : રોમાંચક મેચમાં અંતિમ બોલ પર હૈદરાબાદે મેળવી શાનદાર જીત

હૈદરાબાદ,

હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમાં યજમાન સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે અંતિમ ઓવરના છેલ્લા બોલ પર રોમાંચક વિજય મેળવ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સની દ્વારા આપવામાં આવેલા ૧૪૮ રનના ટાર્ગેટને વટાવી હૈદરાબાદની ટીમે ૧ વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો.

સનરાઈઝર્સ હૈદરાબાદના શાનદાર વિજયના હીરો ઓપનર બેટ્સમેન શિખર ધવન, રાશિદ ખાન અને દિપક હુડ્ડા રહ્યા હતા. પરંતુ પોતાની સ્પિન બોલિંગ દ્વારા મુંબઈ ઇન્ડિયન્સના બેટ્સમેનોને ઝકડી રાખનાર યુવા સ્પિનર રાશિદ ખાનને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. રાશિદ ખાને પોતાના ૪ ઓવરના સ્પેલ દરમિયાન ૧૮ બોલ ડોટ કર્યા હતા અને માત્ર ૧૩ રન આપી એક મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટના નુકશાને ૧૪૭ રન બનાવી શકી હતી. મુંબઈની તરફથી કેપ્ટન રોહિત શર્મા માત્ર ૧૧ રન બનાવી આઉટ થયો હતો. જો કે ત્યારબાદ વિકેટકીપર બેટ્સમેન કેરેબિયન ઓપનર બેટ્સમેન ૧૭ બોલમાં ૨૯ રન, સુર્યકુમાર યાદવ ૨૮ અને ઓલરાઉન્ડર ખેલાડી પોલાર્ડ ૨૮ રન બનાવી આઉટ થયા હતા અને પોતાની ઇનિંગ્સને મોટા સ્કોરમાં બદલવામાં નિષ્ફળ રહ્યા હતા. SRHની ટીમ તરફથી ઝડપી બોલર સંદિપ શર્મા, સ્ટાનલેક અને સિદ્ધાર્થ કોલે અનુક્રમે ૨-૨ વિકેટ ઝડપી હતી.

મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા આપવામાં આવેલા ૧૪૮ રનના ટાર્ગેટનો પીછો કરતા હૈદરાબાદની ટીમની શરૂઆત સારી રહી હતી અને ઓપનર બેટ્સમેન સહા અને શિખર ધવનની જોડીએ પ્રથમ વિકેટ માટે ૬૨ રનની ભાગીદારી નોધાવી હતી. વિકેટકીપર બેટ્સમેન સહા ૨૨ રન બનાવી આઉટ થયો હતો જયારે ભારતીય ટીમમાં ગબ્બરના નામથી પ્રખ્યાત થયેલા ધવને ૨૮ બોલમાં ૪૫ બનાવી યુવા સ્પિન બોલર માર્કંડેનો બીજો શિકાર  બન્યો હતો.

જો કે ત્યારબાદ અત્યંત રોમાંચક બનેલી મેચમાં સમયાંતરે SRHની વિકેટ ગુમાવી હતી પરંતુ મિડલ ઓર્ડર બેટ્સમેન દિપક હુડ્ડાએ એક છેડો સાચવી રાખી ટીમને શાનદાર વિજય અપાવ્યો હતો. હુડ્ડાએ ૨૫ બોલમાં ૩૨ રન બનાવી અણનમ રહ્યો હતો. મુંબઈની ટીમ તરફથી યુવા સ્પિન બોલર માર્કંડેએ બોલિંગ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા સૌથી વધુ ૪ વિકેટ ઝડપી હતી જયારે ઝડપી બોલર મુસ્તાફીઝુર રહેમાને ૩ અને જસપ્રિત બુમરાહે ૨ વિકેટ ઝડપી હતી.