Not Set/ ગાંધીનગર: ગુજરાત જમીન વિકાસ નિગમમાં ACBના દરોડા, નોટો ગણવા મંગાવ્યું કાઉન્ટીગ મશીન

ગાંધીનગર, ગાંધીનગર જમીન વિકાસ નિગમમાં એસીબીની ટ્રેપ ગોઠવીને રેડ પાડી છે. ક્લાસ વન ઓફિસર કે.સી પરમાર સકંજામાં હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ટેબલના ડ્રોવર માંથી 55 લાખની રોકડા જપ્ત કરવામાં આવી છે. અત્યારે કાઉન્ટીગ મશીન દ્વારા રૂપિયાની ગણતરી કરવામાં આવી રહી છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગ્રાન્ટ આપવામાં ગોટાળો કર્યો હોવાની માહિતી મળી […]

Top Stories
WhatsApp Image 2018 04 12 at 4.35.38 PM ગાંધીનગર: ગુજરાત જમીન વિકાસ નિગમમાં ACBના દરોડા, નોટો ગણવા મંગાવ્યું કાઉન્ટીગ મશીન

ગાંધીનગર,

ગાંધીનગર જમીન વિકાસ નિગમમાં એસીબીની ટ્રેપ ગોઠવીને રેડ પાડી છે. ક્લાસ વન ઓફિસર કે.સી પરમાર સકંજામાં હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ટેબલના ડ્રોવર માંથી 55 લાખની રોકડા જપ્ત કરવામાં આવી છે. અત્યારે કાઉન્ટીગ મશીન દ્વારા રૂપિયાની ગણતરી કરવામાં આવી રહી છે.

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગ્રાન્ટ આપવામાં ગોટાળો કર્યો હોવાની માહિતી મળી રહી છે. જમીનના કેસમાં મોટા પાયે લાંચ લેવાયાની આશંકા હોઈ શકે છે. હાલ એસીબીના સંકજામાં 15 થી 20 અધિકારીઓ સાથે પુછપરછ કરવામાં આવી રહી છે. એસીબીએ નિગમના તમામ દરવાજાઓને પોલીસ લોક કરી દીધા છે. ઓફિસના તમામ મોબાઈલ ફોન એસીબીએ પોતાના હસ્તક લઈ લીધા છે અને હાલ એસીબી બંધ દરવાજે તપાસ કરી છે જે મોડી રાત સુધી ચાલશે.