Not Set/ ઝાકિર નાઈક પર મોટી કાર્યવાહી, મલેશિયામાં ઘાર્મિક ઉપદેશ આપવા પર લગાવ્યો પ્રતિબંધ

મલેશિયાની સરકારે વિવાદિત નિવેદનો આપવા બદલ વિવાદિત ઉપદેશક ઝાકિર નાઈકના ભાષણો પર પ્રતિબંધ લગાવ્યો છે. તેને કોઈ પણ પ્રકારનું ભાષણ આપવાની મંજૂરી નથી. તાજેતરમાં ઝાકિર નાઈકે કહ્યું હતું કે મલેશિયામાં વસતા હિન્દુઓ મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદ કરતા નરેન્દ્ર મોદી પ્રત્યે વધુ વફાદાર છે. જે બાદ મલેશિયાના માનવ સંસાધન મંત્રી એમ કુલાસેગરે કહ્યું કે હિન્દુઓ પર […]

Top Stories World
aaaamm 2 ઝાકિર નાઈક પર મોટી કાર્યવાહી, મલેશિયામાં ઘાર્મિક ઉપદેશ આપવા પર લગાવ્યો પ્રતિબંધ

મલેશિયાની સરકારે વિવાદિત નિવેદનો આપવા બદલ વિવાદિત ઉપદેશક ઝાકિર નાઈકના ભાષણો પર પ્રતિબંધ લગાવ્યો છે. તેને કોઈ પણ પ્રકારનું ભાષણ આપવાની મંજૂરી નથી.

તાજેતરમાં ઝાકિર નાઈકે કહ્યું હતું કે મલેશિયામાં વસતા હિન્દુઓ મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદ કરતા નરેન્દ્ર મોદી પ્રત્યે વધુ વફાદાર છે. જે બાદ મલેશિયાના માનવ સંસાધન મંત્રી એમ કુલાસેગરે કહ્યું કે હિન્દુઓ પર સવાલ ઉભા કરનારા ઝાકિર નાઈક પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.

એમ કુલાસેગરે કહ્યું હતું કે ઝાકિર નાઈક એક બહારની વ્યક્તિ છે, જે ભાગેડુ છે અને મલેશિયાના ઇતિહાસનું બહુ ઓછી જાણકારી ધરાવે છે, તેથી તેમને મલેશિયાઓને બદનામ કરવાનો લહાવો ન આપવો જોઈએ.

ઝાકિર નાઈક અગાઉ પણ તેમના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહ્યા છે. ઝાકીર નાઈક ભારતથી ભાગી છૂટ્યા બાદથી મલેશિયામાં રહે છે. ઝાકિર નાઈક પર મની લોન્ડરિંગ અને આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.