Not Set/ નરોડા GIDC માં લાગી ભીષણ આગ, આગ પર કાબુ મેળવવા ફાયરબ્રિગેડની 4 ગાડી કામે લાગી

નરોડા GIDCમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી છે. GIDCના ફેસ 2 માં આવેલ એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગની ઘટનાએ દોડધામ મચાવી છે. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખી ફેક્ટરી અગન જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. સ્થિતિની ગંભીરતાને જોતા ફાયરબ્રિગેડ દ્વારા આસપાસની કંપનીઓમાંથી પણ માણસો બહાર નીકળી જવા સુચના આપવામાં આવી છે. આગ પર […]

Top Stories Ahmedabad Gujarat
ONGC AAG નરોડા GIDC માં લાગી ભીષણ આગ, આગ પર કાબુ મેળવવા ફાયરબ્રિગેડની 4 ગાડી કામે લાગી

નરોડા GIDCમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી છે. GIDCના ફેસ 2 માં આવેલ એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગની ઘટનાએ દોડધામ મચાવી છે. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખી ફેક્ટરી અગન જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. સ્થિતિની ગંભીરતાને જોતા ફાયરબ્રિગેડ દ્વારા આસપાસની કંપનીઓમાંથી પણ માણસો બહાર નીકળી જવા સુચના આપવામાં આવી છે. આગ પર કાબુ મેળવવા ફાયરબ્રિગેડના ચાર વાહનો કામે લાગ્યા છે. આગ પર કાબુ મેળવ્યા બાદ જ આગનું સાચુ કારણ બહાર આવી શકે છે છે પરંતુ પ્રાથમિક ધોરણે આ આગ શોટસર્કિટના કારણે લાગી હોવાનો અનુમાન છે.