ખુલાસો/ દિલ્હીથી પકડાયેલા આતંકવાદીએ પાકિસ્તાનની પોલ ખોલી,અનેક રહસ્યો ખોલ્યાં

2011 માં દિલ્હી હાઈકોર્ટમાં બ્લાસ્ટ કરવા માટે બે પાકિસ્તાની આવ્યા હતા. તેમાંથી એકનું નામ ગુલામ સરવર હતું. તેણે જમ્મુ -કાશ્મીરમાં 5 આર્મી જવાનોની ક્રૂર હત્યામાં પોતાની સંડોવણીની કબૂલાત કરી હતી

Top Stories
pakis12333 દિલ્હીથી પકડાયેલા આતંકવાદીએ પાકિસ્તાનની પોલ ખોલી,અનેક રહસ્યો ખોલ્યાં

જમ્મુ બસ સ્ટેન્ડ પર 2009 માં થયેલા બોમ્બ વિસ્ફોટમાં પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર સંસ્થા ISI સંડોવણી હતી,આ અંગે દિલ્હીના લક્ષ્મી નગર વિસ્તારમાંથી પકડાયેલા પાકિસ્તાની આતંકવાદી મોહમ્મદ અશરફે પૂછપરછ દરમિયાન આ ખુલાસો કર્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, 2011 માં દિલ્હી હાઈકોર્ટની બહાર થયેલા વિસ્ફોટો પહેલા આ જ આતંકવાદીએ પરિસરની રેકી પણ કરી હતી. જોકે તે વિસ્ફોટમાં સામેલ હતો કે નહીં તે પૂછપરછમાં ખબર પડશે.

2011માં તેણે ITO ખાતે પોલીસ હેડક્વાર્ટર (જૂના પોલીસ હેડક્વાર્ટર) ની અનેક જાસૂસી કરી હતી, પરંતુ પોલીસે લોકોને પરિસરની બહાર રોકયો હોવાથી વધુ માહિતી એકઠી કરી શકયો નહીં.તેણે પાકિસ્તાનમાં તેના માસ્ટર્સને ISBT વિશેની માહિતી પણ મોકલી હતી. હાલમાં તપાસ એજન્સીઓ તેની પૂછપરછ કરી રહી છે કે શું તે દિલ્હીમાં થયેલા કોઈ બ્લાસ્ટમાં સામેલ હતો.

અશરફે ઘણા મહત્વના ખુલાસા કર્યા
અત્યાર સુધીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે 2009 માં જમ્મુ બસ સ્ટેન્ડ પર બ્લાસ્ટ થયો હતો, જેમાં 3-4 લોકો માર્યા ગયા હતા, જે આઈએસઆઈ અધિકારી નાસિરના ઈશારે કરવામાં આવ્યો હતો.

અશરફે ખુલાસો કર્યો કે 2011 માં દિલ્હી હાઈકોર્ટમાં બ્લાસ્ટ કરવા માટે બે પાકિસ્તાની આવ્યા હતા. તેમાંથી એકનું નામ ગુલામ સરવર હતું. તેણે જમ્મુ -કાશ્મીરમાં 5 આર્મી જવાનોની ક્રૂર હત્યામાં પોતાની સંડોવણીની કબૂલાત કરી હતી.

અશરફે કહ્યું કે ISI ઓફિસર નાસિરના કહેવા પર તે હથિયારો સપ્લાય કરવા માટે જમ્મુ -કાશ્મીર અનેક વખત ગયો હતો. તેણે વધુમાં જણાવ્યું કે તે હંમેશા ISI ના અધિકારીઓ સાથે ઈ-મેલ દ્વારા વાતચીત કરતો હતો.