Not Set/ મુંબઇ : ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી, 2નાં મોત, 5નું રેસ્કયું, અનેક ફસાયેલા

દેશમાં છેલ્લા કેટલાક સમયથી અચાનક ઇમારાત ધરાશાય થવાનાં કિસ્સામાં ભારે વધારો થયેલો જોવા મળી રહ્યો છે. કોઇને કોઇ કારણસર ઇમારતો પત્તાના ઢેરની ધરાશાય થઇ જતા અને લોકો મોતનાં આગોષમાં દફન થઇ જોવાનાં કિસ્સા છાશવારે સામે આવી રહ્યા છે. તે પછી ગુજરાતનું અમદાવાદ હોય કે આણંદ-નડિયાદ કે નવસારી અથવા તો હોય મહારાષ્ટ્રનું મુંબઇ કે ભિવંંડી, કે […]

Top Stories India
bhiwandi build મુંબઇ : ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી, 2નાં મોત, 5નું રેસ્કયું, અનેક ફસાયેલા

દેશમાં છેલ્લા કેટલાક સમયથી અચાનક ઇમારાત ધરાશાય થવાનાં કિસ્સામાં ભારે વધારો થયેલો જોવા મળી રહ્યો છે. કોઇને કોઇ કારણસર ઇમારતો પત્તાના ઢેરની ધરાશાય થઇ જતા અને લોકો મોતનાં આગોષમાં દફન થઇ જોવાનાં કિસ્સા છાશવારે સામે આવી રહ્યા છે. તે પછી ગુજરાતનું અમદાવાદ હોય કે આણંદ-નડિયાદ કે નવસારી અથવા તો હોય મહારાષ્ટ્રનું મુંબઇ કે ભિવંંડી, કે પશ્ચિમ બંગાળની મંદિરની દિવાલ, અને ફરી આવી જ એક ગોજારી ઘટના મહારાષ્ટ્રનાં ભિવંડીમાં સામે આવી છે.

ભિવંડીમાં શાંતિ નગર વિસ્તારમાં આવેલી એક ચાર માળની ઇમારત ધરાશાયી થઈ ગઇ છે. ઇમારતમાંથી અત્યાર સુધીમાં 5 લોકોને બચાવવામાં આવ્યા છે અને કેટલાક લોકો ફસાયેલા હોવાની આશંકા છે. તો આ ગોઝારી ઘટનામાં 2 લોકએ જીવ પણ ગુમાવ્યા છે.  બચાવ અને રાહત કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. NDRF અને લોકો ટીમો ઇમારતનાં કાળમિંઢ કાટમાળમાંથી લોકોને શોધી રહ્યા છે. જ્યારે અનેક લોકો કાટમાળમાં દબાયા હોવાની આશંકા છે ત્યારે મૃત્યું અંકમાં પણ વધારો થવાની આશંકા સેવવામાં આવી રહી છે.

જોત જોતામાં જ ઓવું ખંઢેર અને કાટમાળનાં ઢેરમાં પરિવર્તીત થઇ ગયું ભિવંડીનું આ બિલ્ડીંગ

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.