Not Set/ “કાના”નાં વધામણાનો આવો છે, થનગનાટ !! દ્વારકા, ડાકોર, શામળાજી સહિત રાજ્યભરમાં હર્ષોલ્લાસ

પૂર્ણ પુરૂષોત્મ શ્રી કૃષ્ણનાં આવતરણ દિવસ જન્મ અષ્ટમીનાં આજના દિવસે દેશ અને દુનિયા કાનાને આવકારવા, વધાવવા થનગની રહી છે. દેશ-વિદેશમાં ન ફક્ત હિન્દુ, પરંતુ પારંપરીક ક્રિશ્ચયન દેશોમાં પણ “કાનો” એટલો જ વાલો છે જેટલો ભારતમાં લાડકો છે. દેશભરમાં કૃષ્ણ જન્મના વધામણાની તૈયારીઓ કરી લેવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે કૃષ્ણ જન્મભૂમી મથુરાની તો, […]

Top Stories Gujarat Others
pjimage 13 "કાના"નાં વધામણાનો આવો છે, થનગનાટ !! દ્વારકા, ડાકોર, શામળાજી સહિત રાજ્યભરમાં હર્ષોલ્લાસ

પૂર્ણ પુરૂષોત્મ શ્રી કૃષ્ણનાં આવતરણ દિવસ જન્મ અષ્ટમીનાં આજના દિવસે દેશ અને દુનિયા કાનાને આવકારવા, વધાવવા થનગની રહી છે. દેશ-વિદેશમાં ન ફક્ત હિન્દુ, પરંતુ પારંપરીક ક્રિશ્ચયન દેશોમાં પણ “કાનો” એટલો જ વાલો છે જેટલો ભારતમાં લાડકો છે. દેશભરમાં કૃષ્ણ જન્મના વધામણાની તૈયારીઓ કરી લેવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે કૃષ્ણ જન્મભૂમી મથુરાની તો, પરંપરાગત રીતે મથુરા કાનાના વધામણા માટે થનગની રહ્યું છે. કૃષ્ણ જન્મઘામમાં કાનાની પઘરામણી, પંચ રત્નોક્ત સ્નાન અને ભવ્ય આરતીનું આયોજન હર હંમેશની માફક ભવ્યતી ભવ્યતાથી યોજવામાં આવશે, તો વ્રજમાં પણ કાનાને વધાવવા માનવ મહેરામણ ઉમટી પડ્યું છે.

દ્વારીકાનાં જગત મંદિરમાં ભક્તોનો અનેરો થનગનાટ

વાત કરવામાં આવે ગુજરાતની તો કૃષ્ણે પણ જેને પોતાના ધામ તરીકે પસંદ કરી ગોકુળ-મથુરા મુકી જ્યાં કાયમી મુકામ કર્યો તે અને દ્વારીકાનો નાથ કહેવાયો, તે દ્વારકામાં તો ઘણા લાંબા સમયથી જન્મ આષ્ટમીનાં વધામણાની તૈયારી કરી લેવામાં આવી છે. દ્વારીકાનાં “જગત મંદિર”માં કાને વધાવવા દેશ-વિદેશથી લોકોનો સાગર ભક્તિમય હલેશે ચડ્યો છે. જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવા શ્રદ્ધાળુઓ સજ્જ થઇ ગયા છે. અને સમગ્ર દેશમાં કૃષ્ણજન્મોત્સવની ઉજવણી થશે ત્યારે દેશના કૃષ્ણ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે ત્યારે દ્વારકા પણ કૃષ્ણજન્મોત્સવ પર્વની ઉજવણી માટે હિલ્લોડે ચડ્યું જોવા મળી રહ્યું છે. જગત મંદિરમાં મંગળા આરતીમાં જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. જય દ્વારકાધીશનાં નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. જગત મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુંની સાથે સાથે કૃષ્ણજન્મોત્સવ ઉજવવા લોકોમાં અનેરો થનગનાટ જોવા મળ્યો હતો.

માણો આ વિડીઓ દ્વારા દ્વારીકાનાં જગત મંદિરમાં કાનાની વધામણી પૂર્વોની આ પળો…….

https://www.youtube.com/watch?v=O–rW97UIU0

ડાકોર જય રણછોડ, માખણ ચોરનાં નારાથી ગુંજી ઉઠ્યું

“જય રણછોડ, માખણ ચોર” ભગવાનને પણ ચોર કહેવાની તાકાત જે દેશની ભાવભિની ભક્તિ સંસ્કૃતિમાં છે, ત્યાં પધારવાની ઉતાવળતો ખુદ ભગવાનને પણ હોય જ, તેમાં કોઇ બે મત નથી. ત્યારે ડાકોરમાં કૃષ્ણજન્મોત્સવ પર્વની ઉજવણી કરવા ભક્તો માખણ ચોરનાં દરબારમાં ઉમટી પડ્યા છે. મંદિરમાં મંગળા આરતીમાં ભક્તોનો સાગર ઉમટ્યા હતો. તો જય રણછોડ માખણચોરનાં નાદ ગુંજી ઉઠ્યા અને ડાકોર મંદિરમાં ભક્તોનું ઘોડાપુરમાં ભગવાન પણ ભૂલો પડે એટલી ભીળ જોવા મળી રહી છે. કાનાની વધામણી માટે ડાકોરમાં પણ લોકોમાં અનેરો થનગનાટ જોવામાં આવી રહ્યો છે.

વાત કરવામાં આવે અમદાવાદની તો, જન્માષ્ટમી પર્વની ઉજવણી માટે અમદાવાદની કલ્યાણપુષ્ટિ હવેલીમાં શંખનાદથી ઠાકોરજીના મંદિરનાં કપાટ ખુલ્યા હતા, પંચામૃતથી ઠાકોરજીને સ્નાન કરાવાયા બાદ, ઠાકોરજી સોળે શણગારથી સજ્જ, અતુલ્યમ દર્શન સાથે બિરાજીત થયા છે. કલ્યાણપુષ્ટિ હવેલીમાં દિવસભર કૃષ્ણજન્મોત્સવ નિમિત્તે કાર્યક્રમો યોજવામાં આવશે. તો અમદાવાદનાં ભડજ ઇસ્કોન મંદિરમાં પણ દિવસોથી કાનાનાં વધામણાની તૈયારી કરવામાં આવી રહી હતી. મંદિર દ્વારા શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. તો સવારે મંગળા આરતિનાં જલજલાટ દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા.

માણો આ વિડીઓ રિપોર્ટમાં અમદાવાદમાં કાનાની વધામણી પૂર્વોની આ પળો…….

પ્રસિધ્ધ યાત્રાધામ શામળાજીના શ્રી ગદાધર વિષ્ણુ મંદિરે કૃષ્ણ જન્મોત્સવ

દેશભરમાં કાળીયા ઠાકોરથી જાણીતા મ શ્રધ્ધા-ઉમંગભેર ઉજવવામાં આવે છે. મંદિર ટ્રસ્ટ અને ભક્તજનો દ્વારા પરંપરાગત રીતે જન્માષ્ટમી પર્વને ઉજવવા શામળીયાના હજારો ભક્તોમાં ભારે ઉત્સાહ વર્તાઈ રહયો છે. અહીં મટકી ફોડ, શોભાયાત્રા સહિત ભગવાન કૃષ્ણના જન્મને વધાવી લેવા ભારે થનગનાટ વર્તાઈ રહ્યો છે. શામળાજી મદિરમાં દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ છે. અહીં ભગવાનની મંગળા આરતી બાદ ભગવાન ગદાધર કાળીયા ઠાકોરનો ભુદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર કરીને પંચામૃત દ્વારા અભિષેક કરવામાં આવે છે. આ પંચામૃતમાં ઘી, દૂધ, દહીં, માખણ અને સાકર જેવી સામગ્રી મિક્સ કરીને અભિષેક કરવામાં આવ્યો છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરી પોતાને ધન્ય અનુભવી રહ્યા છે..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.