સુરત/ પ્રેમિકાએ સંબંધ રાખવાની ના પાડતા પ્રેમીએ આ રીતે નાખવાની કરી કોશિશ

તેલંગાણાની વતની યુવતીના સુરતમાં લગ્ન થયા હતા.લગ્ન બાદ યુવતીએ સંબંધની ના પાડતા પ્રેમી ઉશ્કેરાયો હતો.અને યુવતીને ગળુ દબાવીને મારી નાખવાની કોશિશ કરી હતી.

Gujarat Surat
2 5 પ્રેમિકાએ સંબંધ રાખવાની ના પાડતા પ્રેમીએ આ રીતે નાખવાની કરી કોશિશ
  • સુરતમાં પ્રેમીએ પ્રેમિકાની હત્યાની કરી કોશિશ
  • પ્રેમિકાએ સંબંધ રાખવાની ના પાડતા કોશિશ કરી
  • યુવતીના સુરતમાં થયા હતા લગ્ન
  • ગળુ દબાવીને મારી નાખવાની કરી કોશિશ

સુરતમાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરવાની કોશિશ કરી હોવાની ઘટના સામે સામે આવી છે. પ્રેમિકાએ સબંધ રાખવાની ના પાડતા મારવાની કોશિશ કરી હતી. તેલંગાણાની વતની યુવતીના સુરતમાં લગ્ન થયા હતા.લગ્ન બાદ યુવતીએ સંબંધની ના પાડતા પ્રેમી ઉશ્કેરાયો હતો.અને યુવતીને ગળુ દબાવીને મારી નાખવાની કોશિશ કરી હતી. બાદમાં પ્રેમીએ પણ દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગોદાડરા પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

મુળ તેલંગાણાની વતની અને ગોડાદરા ગંગોત્રી નગરમાં રહેતા ભાગ્યલક્ષ્મી તેલંગણામાં અભ્યાસ કરતી હતી ત્યારે તેની મુલાકાત દુર્ગેશ યાકૈયા બોનાગીરીની સાથે થઇ હતી. ભાગ્યલક્ષ્મી અને દુર્ગેશ મોબાઇલ પર વાતો કરતા હતા અને તેઓની વચ્ચે પ્રેમસંબંધ પણ હતો. આ દરમિયાન ભાગ્યલક્ષ્મી સુરત રહેવા આવી ગઇ હતી.

આ પણ વાંચો: ગુજરાતનાં આ મંદિરમાં મધરાતે ગર્ભગૃહમાં પ્રવેશી ચઢાવી પશુની બલિ