Accident/ સુરતમાં ઓલપાડ-સરસ રોડ પર અકસ્માત સર્જાતા બે યુવકોના ઘટનાસ્થળે મોત

સુરતના ઓલપાડ-સરસ રોડ પર અકસ્માત સર્જાયો હતો જેમાં બે યુવકોના મોત થયા છે,અને 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

Top Stories Gujarat
2 34 સુરતમાં ઓલપાડ-સરસ રોડ પર અકસ્માત સર્જાતા બે યુવકોના ઘટનાસ્થળે મોત
  • સુરતમાં ઓલપાડ-સરસ રોડ પર અકસ્માત
  • બે મોટરસાયકલ સામ-સામે અથડાઇ
  • બે યુવકોના ઘટના સ્થળે મોત
  • બાઇક સવાર અન્ય 3 યુવાનો ઇજાગ્રસ્ત
  • ઇજાગ્રસ્ત યુવાનોને સારવાર અર્થે સુરત ખસેડાયા
  • સિદ્ધિનાથ મંદિરે દર્શનાર્થે આવેલા યુવકોને નડ્યો અકસ્માત

રાજ્યમાં દિન-પ્રતિદિન અકસ્માતના કેસોમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. આજેપણ વાહનચાલકો ટ્રાફિક નિયમો નેવે મૂકતા અકસ્માતના કિસ્સાઓ ખુબ વધી રહ્યા છે. સુરતના ઓલપાડ-સરસ રોડ પર અકસ્માત સર્જાયો હતો જેમાં બે યુવકોના મોત થયા છે,અને 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ ઘાયલ થયેલા લોકોને સત્વરે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે સુરતના ઓલપાડ-સરસ રોડ પર બે બાઇક સમા-સામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,આ અક્સમાત એટલો ભંયકર હતો કે બાઈઇક અથડાતા ધડાકેભર અવાજ આવ્યો હતો અને આજુબાજુના લોકો મદદે સત્વરે દોડી આવ્યા હતા અને સત્વરે પોલીસને જાણ કરી હતી અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી, અને ઘાયલ થયેલા લોકોને સત્વરે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ આ અકસ્માતમાં બે યુવકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. 3 યુવાનો ઘાયલ થયા છે.