Not Set/ VIDEO: લાચાર પિતાએ માંગી મંતવ્ય ન્યુઝની મદદ, કહ્યું મારી પત્ની મારા બાળકને મારી નાખશે

સુરત. રાધેશ્યામ જયસ્વાલ સુરતનાં પર્વત પાટીયા વિસ્તારમાં રહે છે. રાધેશ્યામ જયસ્વાલે મંતવ્ય ન્યુઝ સમક્ષ પોતાની વેદના જણાવતા કહ્યું હતુ કે, આજથી ચારેક વર્ષ પહેલા તેની પત્ની વર્ષા સાથે છુટાછેડા થયા હતા. ત્યારબાર અમારો ચાર વર્ષનો બાળક પત્ની વર્ષા સાથે જ રહે છે. હું બાળકનું અને વર્ષાનું ભરપોષણ પણ કરુ છુ. વર્ષાને કંઈ પણ વસ્તુની જરૂર […]

Top Stories Gujarat Surat Videos
jdfjkdjkldfjldf VIDEO: લાચાર પિતાએ માંગી મંતવ્ય ન્યુઝની મદદ, કહ્યું મારી પત્ની મારા બાળકને મારી નાખશે

સુરત.

રાધેશ્યામ જયસ્વાલ સુરતનાં પર્વત પાટીયા વિસ્તારમાં રહે છે. રાધેશ્યામ જયસ્વાલે મંતવ્ય ન્યુઝ સમક્ષ પોતાની વેદના જણાવતા કહ્યું હતુ કે,

આજથી ચારેક વર્ષ પહેલા તેની પત્ની વર્ષા સાથે છુટાછેડા થયા હતા. ત્યારબાર અમારો ચાર વર્ષનો બાળક પત્ની વર્ષા સાથે જ રહે છે. હું બાળકનું અને વર્ષાનું ભરપોષણ પણ કરુ છુ. વર્ષાને કંઈ પણ વસ્તુની જરૂર હોય તો તે પણ હું જ લઈ આપું છે. પરુંત આનાથી વર્ષાને સંતોષ થયો નથી માટે તે મને અમારા ચાર વર્ષના બાળકને માર મારે છે અને દોરી વડે બાંધી રાખે છે. ત્યારબાદ તેનો વીડીયો બનાવીને મને બ્લેકમેઈલ કરે અને પૈસાની માંગણી કરે છે. મેં વર્ષાની માંગેલી કિંમત તેને આપી પણ દીધી છે. ત્યારે ફરી તે મારી પાસેથી 40 હજાર રૂપિયાની માંગણી કરતી હતી.અને મેં હા પણ પાડી હતી ત્યારબાદ વર્ષાએ મારી 80 હજાર રૂપિયાની માંગણી કરી હતી. જેના માટે મેં થોડો સમય માંગ્યો હતો તેણીએ મને કહ્યું કે હમણાને હમણા મને તું 80 હજાર રૂપિયા આપી નહીં તો હું આપણા બાળકને રેલ્વે પટ્ટા પર સુવડાવી મારી નાંખીશ.”

વર્ષાને ખબર છે કે હું મારા બાળક માટે કઈ પણ કરીશ, માટે તે મારો ફાયદો પણ ઉઠાવી રહી છે. જોકે આ સમગ્ર મામલે રાધેશ્યામે ડિંડોલી પોલીસ મથકમાં ફરીયાદ લખાવતા માટે પણ ગયો હતો છતાં પણ પોલીસ દ્વારા તેની ફરીયાદ ન લઈ તેને કાઢી મુકવામાં આવ્યો હતો. ના છુટકે રાધેશ્યામને મીડિયાનો સહારો લેવો પડયો હતો.

હાલ વર્ષા તેની માતા સાથે પિયરમાં જ રહે છે. મહત્વની વાત તો એ છે કે પુત્ર કપૂત હોય શકે પરંતુ માતા કુમાતા ન હોય શકે. ત્યારે આ વર્ષા જેવી માતાની આ ઘટના સાંભળી સૌ કોઈના રૂંવાટા ઉભા થઈ જાય. આ ઘટના પરથી એ પણ શીખ મળે છે કે માત્ર દુઃખીયારી મહિલાઓ જ નથી પરંતુ દુઃખીયારાં પુરુષો પણ હોય છે.