Not Set/ રાજકોટ મનપાના ઈતિહાસની સૌથી મોટી બોલી, ઓનલાઈન હરાજીમાં તૂટી ગયા બધા જ રેકોર્ડ

નાના મવા સ્થિત 11 હજાર વાર જેટલી જમીનને હરાજી માટે સત્તાવાર પ્રક્રિયા અંતર્ગત મુકાઈ હતી. નિર્ધારિત ઓનલાઈન હરાજીમાં પ્રસ્તાવિત જમીનની અપસેટ કિંમત સવા કરોડ રાખવામાં આવી હતી.

Gujarat Rajkot Trending
harshad ribadiya 12 રાજકોટ મનપાના ઈતિહાસની સૌથી મોટી બોલી, ઓનલાઈન હરાજીમાં તૂટી ગયા બધા જ રેકોર્ડ

રાજકોટ મનપાના ઈતિહાસમાં સૌથી મોટો જમીન સોદો થયો છે. મનપાએ રાખેલી ઓનલાઈન હરાજીમાં નાના મવા ખાતે આવેલાં એક પ્લોટની બોલી અધધધ 118.36 કરોડ રૂપિયા બોલાઈ છે.

3 અલગ અલગ પેઢીએ હરાજીમાં લીધો ભાગ

પ્લોટની બોલી 1.25 કરોડથી થઈ હતી ચાલુ

અંતે 118.36 કરોડમાં સોદો થયો ફાઈનલ

રાજકોટ મહાનગરપાલિકા માટે સોમવારનો દિવસ ઐતિહાસિક રહ્યો. નાના મવા સ્થિત 11 હજાર વાર જેટલી જમીનને હરાજી માટે સત્તાવાર પ્રક્રિયા અંતર્ગત મુકાઈ હતી. નિર્ધારિત ઓનલાઈન હરાજીમાં પ્રસ્તાવિત જમીનની અપસેટ કિંમત સવા કરોડ રાખવામાં આવી હતી. આ હરાજીમાં ત્રણ અલગ અલગ પેઢી જોડાઈ હતી. જો કે ઓમ-9 સ્કવેર એલએલપી કંપનીએ આ હરાજીમાં બાજી મારી હતી. પણ રકમ એટલી મોટી હતી કે રાજકોટ મનપાના સત્તાધીશો સપનામાં પણ નહીં વિચાર્યું હોય. જી હા આ સોદો 118.36 કરોડમાં ફાઇનલ થયો. મનપાના ઈતિહાસમાં કોઈ પ્લોટની આ સૌથી વધુ બોલાયેલી કિંમત છે. મજાની વાત એ છે કે કોર્પોરેશને આ નાણાંકીય વર્ષમાં જમીન વેચીને 300 કરોડ જેવી રકમ હાંસલ કરવાનું લક્ષ્ય રાખ્યું હતું. જેમાંથી પહેલાં સોદામાં જ 33 ટકા જેવું લક્ષ્ય તો અચીવ પણ થઇ ગયું છે.

harshad ribadiya 13 રાજકોટ મનપાના ઈતિહાસની સૌથી મોટી બોલી, ઓનલાઈન હરાજીમાં તૂટી ગયા બધા જ રેકોર્ડ

કોણ છે જમીનના ખરીદનાર?

બોલી લગાવનાર પેઢી ઓમ-9 સ્કવેર એલએલપીના ગોપાલ ચુડાસમા અને ચેતન રોકડ રાજકોટના બે જાણીતા નામ છે. ગોપાલ ચુડાસમા પ્રધાનમંત્રી મોદીના પ્રખર સમર્થક તરીકે જાણીતા છે. તેઓ હાલમાં રાજકોટ પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખ પણ છે. 2014માં પ્રધાનમંત્રી મોદી પહેલીવાર લોકસભાની ચૂંટણી જીત્યા તે સમયે તેમણે રાજકોટમાં એક દિવસ માટે રીક્ષાચાલકોને વિનામૂલ્યે CNG ભરી આપ્યો હતો. આ તરફ રાજકોટમાં જાણીતું નામ ગણાતા ધીરુ રોકડના પુત્ર ચેતન રોકડ પણ આ ખરીદારીમાં ગોપાલ ચુડાસમા સાથે જોડાયેલાં છે. રાજકોટ મહાનગરપાલિકા ગત વર્ષે કોરોનાના માર બાદ નાણાંકીય ખાધમાંથી પસાર થઇ રહ્યું હતું. તેવામાં નગર રચના યોજના ઉપર તેમનો મોટો મદાર હતો. હવે એક જ સોદામાં આટલી મોટી રકમ મળતાં રાજકોટ મનપાની નાણાંકીય સમસ્યા પણ હલ થઈ જશે તેમાં કોઈ શંકા નથી.