Not Set/ ફી નિયમન મુદ્દે કોંગ્રેસ મેદાનમાં, રાજ્ય ભરમાં કોંગ્રેસ દ્વારા કલેકટરની કચેરીએ આપવામાં આવ્યું આવેદનપત્ર

ગુજરાત, સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ દ્વારા કલેકટરની કચેરીએ ફી નિયમન મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ત્યારે કોંગ્રેસ દ્વારા સુરત,પાટણ,જામનગર,વડોદરા,અમદાવાદ, છોટા ઉદેપુર,રાજકોટ સહિત કચ્છમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ છે. ત્યારે કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં ખાનગી સ્કૂલો દ્વારા ફી વધારા મામલે વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે સુરતમાં કોંગ્રેસ દ્વારા રેલી કાઢવામાં આવી અને ફી નિયમન કાયદો લાગુ કરવાની માંગ સાથે […]

Gujarat Trending
as 10 ફી નિયમન મુદ્દે કોંગ્રેસ મેદાનમાં, રાજ્ય ભરમાં કોંગ્રેસ દ્વારા કલેકટરની કચેરીએ આપવામાં આવ્યું આવેદનપત્ર

ગુજરાત,

સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ દ્વારા કલેકટરની કચેરીએ ફી નિયમન મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ત્યારે કોંગ્રેસ દ્વારા સુરત,પાટણ,જામનગર,વડોદરા,અમદાવાદ, છોટા ઉદેપુર,રાજકોટ સહિત કચ્છમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ છે. ત્યારે કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં ખાનગી સ્કૂલો દ્વારા ફી વધારા મામલે વિરોધ કરવામાં આવ્યો હતો.

as 5 ફી નિયમન મુદ્દે કોંગ્રેસ મેદાનમાં, રાજ્ય ભરમાં કોંગ્રેસ દ્વારા કલેકટરની કચેરીએ આપવામાં આવ્યું આવેદનપત્ર

ત્યારે સુરતમાં કોંગ્રેસ દ્વારા રેલી કાઢવામાં આવી અને ફી નિયમન કાયદો લાગુ કરવાની માંગ સાથે રેલીનું આયોજન કરાયુ. જેમાં સીબીએસસી સ્કૂલના વાલીઓ પણ જોડાયા હતા. વનિતા વિશ્રામ થી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી. ત્યારે જોવા જઇએ તો પાટણ જિલ્લામાં ફી નિયમન કાયદાનો અમલ પારદર્શક કરવા માટે આવેદનપત્ર અપાયું હતું.

as 6 ફી નિયમન મુદ્દે કોંગ્રેસ મેદાનમાં, રાજ્ય ભરમાં કોંગ્રેસ દ્વારા કલેકટરની કચેરીએ આપવામાં આવ્યું આવેદનપત્ર

યુથ કોંગ્રેસ,મહિલા કોંગ્રેસ અને એન.એસ.યુ.આઇ દ્વારા પાટણ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતુ. વ્યાજબી ફીમાં બાળકોને શિક્ષણનો અધિકાર મળે. અને ફી નિયમન કાયદાનો પારદર્શક અમલ થાય તેવી માંગણી કરાઇ હતી.

as 7 ફી નિયમન મુદ્દે કોંગ્રેસ મેદાનમાં, રાજ્ય ભરમાં કોંગ્રેસ દ્વારા કલેકટરની કચેરીએ આપવામાં આવ્યું આવેદનપત્ર

ત્યારે જામનગરમાં એન.એસ.યુ.આઈ., યુવક કોંગ્રેસ તેમજ કોંગ્રેસ સમિતિ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી બહાર કર્યા સૂત્રોચ્ચાર કરાયા હતા.

as 9 ફી નિયમન મુદ્દે કોંગ્રેસ મેદાનમાં, રાજ્ય ભરમાં કોંગ્રેસ દ્વારા કલેકટરની કચેરીએ આપવામાં આવ્યું આવેદનપત્ર

ત્યારે વડોદરામાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો. કોંગી કાર્યકરોએ શિક્ષણાધિકારીની કચેરીને તાળા બંધી કરી હતી અને અધિકારીઓ કચેરીમાં હાજર ન હોવાથી ઓફિસને તાળું માર્યું હતુ.

અમદાવાદમાં સહિત ફી નિયમન મુદ્દે કોંગ્રેસે દેખાવો કર્યા. પ્રદેશ કોગ્રેસ પ્રમુખની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો. મળતી માહિતી મુજબ સરકાર ફી નિયમનો કડક અમલ કરે તેવી કોંગ્રેસની માંગ છે. DEO કચેરી ખાતે કોંગ્રેસનો આશ્ચર્યજનક કાર્યક્રમ થયો. જેમાં શહેર પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

as 8 ફી નિયમન મુદ્દે કોંગ્રેસ મેદાનમાં, રાજ્ય ભરમાં કોંગ્રેસ દ્વારા કલેકટરની કચેરીએ આપવામાં આવ્યું આવેદનપત્ર

ત્યારે છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન અપાયુ હતુ. આમ..સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ દ્વારા ફી નિયમન મુદ્દે મામલે વિરોધ પ્રદર્શન કરીને ઠેર ઠેર રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું.

કોંગ્રેસ દ્વારા રાજકોટ અને કચ્છમાં આવેદનપત્ર પાઠવામાં આવ્યુ હતુ. ત્યારે રાજકોટમાં એનએસયુઆઈ, યુથ કોંગ્રેસ, શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો હતો. કોંગ્રેસ દ્વારા ભાજપ હાય હાય તેમજ શિક્ષણમંત્રી હાય હાયના સુત્રોચ્ચાર વચ્ચે DEOને આવેદન પત્ર પાઠવાયું હતુ. ત્યારે કચ્છમાં પણ કોંગ્રેસ દ્વારા રેલી યોજીને વિરોધ પ્રદર્શન કરાયો હતો અને સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.