Gujarat Election/ આ જિલ્લામાં AAPને મોટો ઝટકો, હોદ્દેદારો સહિત 10 હજાર કાર્યકર્તાઓએ આપ્યા રાજીનામાં

AAPના ઉમેદવાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવીને પાર્ટીના આદિજાતિ મોરચાના પ્રદેશ કક્ષાના નેતા સહિત 10 આગેવાનોએ રાજીનામાં ધરી દીધા છે

Top Stories Gujarat
3 17 આ જિલ્લામાં AAPને મોટો ઝટકો, હોદ્દેદારો સહિત 10 હજાર કાર્યકર્તાઓએ આપ્યા રાજીનામાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે હાલ રાજકિય માહોલ ગરમાયું છે, જેમ જેમ ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ પાર્ટીના નેતા અને કાર્યકરોની પણ નારાજગી જોવા મળી રહી છે. એવામાં નર્મદા જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.  AAPના ઉમેદવાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવીને પાર્ટીના આદિજાતિ મોરચાના પ્રદેશ કક્ષાના નેતા સહિત 10 આગેવાનોએ રાજીનામાં ધરી દીધા છે.

ઉલ્લેખનીય છે કે AAPના નર્મદા જિલ્લાના આદિજાતિ મોરચના પ્રદેશ કક્ષાના જોઈન્ટ સેક્રેટરી ડો. કિરણ વસાવાએ ગઈકાલે AAPમાંથી રાજીનામું ધરી દીધું. તેમની સાથે 10 જેટલા જિલ્લા કક્ષાના આગેવાનો અને 10 હજારથી વધુ સમર્થકોએ પણ રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે પાર્ટી પર ભ્રષ્ટાચાર યુક્ત ઉમેદવારને ટિકિટ આપવા તથા તેમની વાત ન સાંભળવાનો આક્ષેપ લગાવ્યો છે. આજે કિરણ વસાવા પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે.

મહત્વની વાત એ છે કે ચૈતર વસાવાના આમ આદમી પાર્ટી દ્વારા ડેડીયાપાડાથી ટિકિટ આપવામાં આવી છે. એવામાં પાર્ટીના જ કાર્યકરો અને હોદ્દેદારો પાર્ટીના આ નિર્ણયથી નારાજ થયા છે અને રાજીનામાં ધરી દીધા છે