Festival/ દિવાળી પર ફટાકડાને લઇને આ શું બોલ્યા યુવરાજ સિંહ, Viral થયો Video

પાવન તહેવારને લઇને ટીમ ઈન્ડિયાનાં ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે વીડિયો શેર કરતા દેશવાસીઓને દિવાળીની શુંભકામનાઓ પાઠવી છે, સાથે કહ્યુ તેમણે ફટાકડાને લઇને પણ કઇંક કહ્યુ છે.

Top Stories Sports
યુવરાજ સિંહ

આજે દિવાળીનો તહેવાર છે, ત્યારે આપને જણાવી દઇએ કે, આ દિવાળીએ હિન્દુઓનો મુખ્ય તહેવાર ગણાય છે. આ તહેવાર સમગ્ર દેશમાં પૂરા ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. મા લક્ષ્મી, ભગવાન ગણેશ, દેવી સરસ્વતી, મહાકાળીની આ દિવસે મુખ્યત્વે પૂજા કરવામાં આવે છે. આ વર્ષે દિવાળીનો તહેવાર આજે એટલે કે 4 નવેમ્બરે આવી રહ્યો છે. ત્યારે પાવન તહેવારને લઇને ટીમ ઈન્ડિયાનાં ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે વીડિયો શેર કરતા દેશવાસીઓને દિવાળીની શુંભકામનાઓ પાઠવી છે, સાથે કહ્યુ તેમણે ફટાકડાને લઇને પણ કઇંક કહ્યુ છે.

આ પણ વાંચો – T20 World Cup / રાહુલ દ્રવિડનાં ટીમ ઈન્ડિયાનાં મુખ્ય કોચ તરીકે નિયુક્તિ પર ગાંગુલી અને જય શાહે આપી આવી પ્રતિક્રિયા

ભારતનાં પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને દિવાળીની શુભેચ્છા પાઠવી છે. યુવરાજે આ વીડિયો દ્વારા ફટાકડા વિશે ફેન્સને ખાસ સંદેશ પણ આપ્યો છે. યુવીએ કહ્યું છે કે, જો તે ફટાકડા વિશે કંઈક બોલે તો કદાચ લોકોને ખરાબ લાગશે, જો કે તેમણે એટલુ ચોક્કસપણે કહ્યું કે સમજદાર માટે એક ઈશારો પૂરતો હોય છે. જણાવી દઇએ કે, પર્યાવરણને પ્રદૂષણ મુક્ત રાખવા માટે, ઘણી હસ્તીઓ ફટાકડાનો ઉપયોગ ન કરવાની સલાહ આપી રહ્યા છે, પરંતુ કેટલાક ટ્રોલ્સ તેમને હિન્દુ ધર્મનાં તહેવાર સાથે જોડીને ટ્રોલ કરે છે. યુવરાજ સિંહે વીડિયોમાં કહ્યું, ‘મારી તરફથી આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હળવા દીવા કરો, મીઠાઈઓ ખાઓ અને પ્રેમ વહેંચો. હું ફટાકડા વિશે કંઈ કહીશ નહીં કારણ કે કેટલાક લોકોને ખરાબ લાગી શકે છે. સમજદાર માટે ઈશારો પૂરતો હોય  છે.’ આ વીડિયો શેર કરતા યુવરાજે લખ્યું, ‘મારી તરફથી તમને બધાને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઘણી બધી ખુશીઓ આવે, અંધકારને દૂર કરે! આ તમારા માટે દિવાળીની શુભેચ્છાઓ છે.

Instagram will load in the frontend.

આ પણ વાંચો – T20 World Cup / દિવાળી પહેલા રોહિત અને રાહુલે કર્યો મોટો ધડાકો, રચ્યો ઈતિહાસ

યુવરાજ ઉપરાંત તમામ દિગ્ગજ ક્રિકેટરોએ સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને દિવાળીની શુભેચ્છા પાઠવી છે. યુવરાજ સિંહે 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. યુવીએ 2007 T20 વર્લ્ડકપ અને 2011 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. યુવીએ 2000 થી 2017 વચ્ચે 40 ટેસ્ટ, 304 ODI અને 58 T20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી. આ દરમિયાન તેમણે ત્રણેય ફોર્મેટમાં અનુક્રમે 1900, 8701 અને 1177 રન બનાવ્યા છે અને અનુક્રમે 9, 111, 28 વિકેટ લીધી છે.