પ્રયાગરાજ,
૧૫મી જાન્યુઆરીથી ૪ માર્ચ સુધી હિન્દુ કેલેન્ડરના માઘ માસમાં પ્રયાગરાજ ખાતે આયોજિત કરવામાં આવી રહેલા કુંભમેળા પહેલાની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી ચુકી છે અને કુંભ દેશ વિદેશના કરોડો શ્રદ્ધાળુઓની યજમાની કરવા માટે પણ તૈયાર છે.
જોવામાં આવે તો, આ કુંભ મેળાને લઈ ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા જરૂરી તમામ તૈયારીઓને આટોપી લેવામાં આવી છે , ત્યારે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ તૈયારીઓને લઈ એક ચિતાર આપ્યો હતો.
ઇન્ડિયા ટુડે ડ વાર આયોજિત એક કાર્યક્રમમાં CM યોગીએ કહ્યું, “કુંભ એ માનવતાનો સૌથી મોટો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સમાગમ છે. માનવતાનો આ સંગમ અલૌકિક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઘટનાને લઈ માનવામાં આવશે.
કુંભની માન્યતા અંગે તેઓએ કહ્યું, “દુનિયાના ૭૧ દેશોના રાજદૂત દ્વારા આ આયોજનમાં ઉપસ્થિત થઈને પોતાની જાતે જ અહિયાં ઉપસ્થિત રહીને દેશોના રાષ્ટ્રધ્વજને સ્થાપિત કર્યા છે અને તેને એક વૈશ્વિક માન્યતા આપી છે”.
તેઓએ વધુમાં કહ્યું, “હાલમાં પ્રયાગરાજમાં કુલ ૭૧ દેશોના રાષ્ટ્રધ્વજ લહેરી રહ્યા છે અને આ ઘટના કુંભમેળાને મળેલી એક વૈશ્વિક સમર્થનનું એક પ્રતિક છે”.
આ ઉપરાંત CM યોગીએ જણાવ્યું, “૨૨ ફેબ્રુઆરીના રોજ દુનિયાના ૧૯૨ દેશોના પ્રતિનિધિઓ પ્રયાગરાજ કુંભમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરે એની સરકાર દ્વારા કોશિશ કરાઈ રહી છે”.