ગુજરાત/ અમદાવાદીઓ સાવધાન! ફરી નોંધાયા કોરોનાના નવા નવ કેસ…..

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના સંક્રમણે ફરીથી રફ્તાર પકડી હોય તેમ લાગી રહ્યું છે.રાજ્યમાં આજે કોરોનાના 9 કેસ નોંધાયા છે

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 65 અમદાવાદીઓ સાવધાન! ફરી નોંધાયા કોરોનાના નવા નવ કેસ.....
  • અમદાવાદ: શહેરમાં વધુ 9 કોરોનાના કેસ નોંધાયા
  • ચાર પુરુષ અને પાંચ મહિલાઓને થયો કોરોના
  • નવરંગપુરા થલતેજ બોડકદેવ જોધપુરના છે દર્દીઓ
  • જાપાન, ઓસ્ટ્રેલિયા, કેરાલા, અમેરિકાથી આવ્યા હતા મુસાફરો
  • એકટીવ કેસ 59 દર્દીઓ હોસ્પી.માં સારવાર હેઠળ

Ahmedabad News: અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના સંક્રમણે ફરીથી રફ્તાર પકડી હોય તેમ લાગી રહ્યું છે.રાજ્યમાં આજે કોરોનાના 9 કેસ નોંધાયા છે અમદાવાદમાં 9 કેસ વ્યક્તિ કોરોનાની ઝપટે ચડ્યા હોવાનું સામે આવ્યું છે. ચાર પુરુષ અને પાંચ મહિલાઓને કોરોના થયો છે. નવરંગપુરા થલતેજ બોડકદેવ જોધપુરના દર્દીઓ છે. જાપાન, ઓસ્ટ્રેલિયા, કેરાલા, અમેરિકાથી મુસાફરો આવ્યા હતા.

જણાવી દઈએ કે, કોરોનાના એક્ટિવ કેસની વધુ સંખ્યા મામલે ગુજરાત સમગ્ર દેશમાં સાતમા ક્રમે છે. જ્યારે કોરોનાના નવા વેરિયન્ટ JN.1ના રાજ્યમાં 40થી વધુ કેસ નોંધાયા છે, જે પૈકી સૌથી વધુ કેસ એકલા અમદાવાદમાં જ છે.

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાના કુલ 12,91,641 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. જે પૈકી 12,80,487 દર્દીઓ સાજા થઈને કોવિડ મુક્ત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કોરોનાના કારણે 11,081 મોત સરકારી ચોપડે નોંધાઈ ચૂક્યા છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં રાજ્યમાં 12,81,05,894 લોકોને કોરોના વૅક્સિન આપવામાં આવી ચૂકી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: