Rajasthan/ રાજસ્થાનમાં જોધપુર-ભોપાલ પેસેન્જર ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતર્યા, મોટી દુર્ઘટના ટળી

રાજસ્થાનમાં શુક્રવારે કોટા જંકશન પાસે જોધપુર-ભોપાલ પેસેન્જર ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી જતા મોટી દુર્ઘટના બનવા પામી.

Top Stories India
Mantay 16 રાજસ્થાનમાં જોધપુર-ભોપાલ પેસેન્જર ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતર્યા, મોટી દુર્ઘટના ટળી

રાજસ્થાનમાં શુક્રવારે રેલ દુર્ઘટનામાં પેસેન્જર ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતર્યા. કોટા જંકશન પાસે જોધપુર-ભોપાલ પેસેન્જર ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી જતા મોટી દુર્ઘટના બનવા પામી. રેલ દુર્ઘટનાની માહિતી મળતા બચાવકર્મીઓ દ્વારા તાત્કાલિક રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું. જો કે આ દુર્ઘટનામાં લોકોનો આબાદ બચાવ થયો હતો અને અત્યાર સુધી કોઈ જાનહાનિ થયાની ઘટના સામે આવી નથી. પરંતુ ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી જતા આ ટ્રેક પરની અન્ય ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર જોધપુર-ભોપાલ એક્સપ્રેસ શુક્રવારે સવારે 10 વાગ્યે જોધપુરથી ભોપાલ જઈ રહી હતી ત્યારે આ કોટા પાસે આ દુર્ઘટના બનવા પામી. કોટા જંકશન પાસે જોધપુર-ભોપાલ પેસેન્જર ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી જતા ઘટનાસ્થળે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. તે જ સમયે, આજુબાજુના વિસ્તારમાં ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. પેસેન્જર ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી જતા મુસાફરોમાં પણ ગભરાટ ફેલાયો હતો. પરંતુ રેલ્વેની ટીમે મુસાફરોને બહાર કાઢવાની કામગીરી સત્વરે કરતા જાનહાનિ ટાળી શકાઈ હતી.

જોધપુર-ભોપાલ પેસેન્જર ટ્રેનનો કોટા પાસે અકસ્માત થવાને પગલે આ ટ્રેક પરનો ટ્રેન વ્યવહાર ખોરવાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. રેલ દુર્ઘટનાને પગલે આ ટ્રેક પરની અન્ય ટ્રેનોને બીજા ટ્રેક પર ખસેડવામાં આવી હતી. રેલ્વેની ટીમ દ્વારા પેસેન્જર ટ્રેનમાં રાહત કાર્ય બાદ પુનઃસ્થાપિત કરતા ટ્રેનને રવાના કરવામાં આવતા લગભગ ત્રણ કલાક ટ્રેન મોડી ચાલી રહી હતી.