ગુજરાત ચૂંટણી 2022/ સીએમ ભુપેન્દ્ર પટેલના રોડ શોને અમદાવાદના પ્રજાજનોનો જબરજસ્ત આવકાર

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના બીજા તબક્કાના મતદાનના પ્રચારના અંતિમ દિવસે સીએમ ભુપેન્દ્ર પટેલનો અમદાવાદમાં રોડ શો થઈ રહ્યો છે.  ઉલ્લેખનીય છે કે સીએમ ભુપેન્દ્ર પટેલ આ પહેલા પણ તેમના ઘાટલોડિયા મતવિસ્તારમાં રોડ શો કરી ચૂક્યા છે. તેમના રોડ શોને જબરજસ્ત પ્રતિસાદ પણ મળ્યો છે. 

Gujarat
CM Bhupendra patel road show 1 સીએમ ભુપેન્દ્ર પટેલના રોડ શોને અમદાવાદના પ્રજાજનોનો જબરજસ્ત આવકાર

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના બીજા તબક્કાના મતદાનના પ્રચારના અંતિમ દિવસે સીએમ ભુપેન્દ્ર પટેલનો અમદાવાદમાં રોડ શો થઈ રહ્યો છે.  ઉલ્લેખનીય છે કે સીએમ ભુપેન્દ્ર પટેલ આ પહેલા પણ તેમના ઘાટલોડિયા મતવિસ્તારમાં રોડ શો કરી ચૂક્યા છે. તેમના રોડ શોને જબરજસ્ત પ્રતિસાદ પણ મળ્યો છે.

આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ પણ અમદાવાદમાં બે રોડ-શો કર્યા છે અને તેનો લોકોને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે. હવે આ જ પ્રતિસાદને ધ્યાનમાં રાખીને સીએમ ભુપેન્દ્ર પટેલ પણ રોડ શો કરી રહ્યા છે. સીએમ ભુપેન્દ્ર પટેલે રોડ શોના પ્રારંભ કરતાં પૂર્વે બુટભવાની મંદિરે દર્શન કર્યા હતા.

ચેનપુર વિસ્તારથી સીએમના રોડ શોનો પ્રારંભ થયો હતો. ચેનપુરમાં બુટભવાની મંદિરે દર્શન કરીને સીએમે રોડ શોનો પ્રારંભ કર્યો હતો. સીએમનો આ રોડ શો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં તાજેતરમાં સમાવાયેલા ઓગણજ ગામે પૂરો થશે. સીએમના સ્વાગત માટે અનેક જગ્યાએ તૈયારી કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.

વડાપ્રધાન મોદીએ પણ તેમના પ્રચારમાં તથા રોડ શોમાં સીએમ ભુપેન્દ્ર પટેલને સતત જોડે રાખ્યા હતા. આના પરથી તે પણ સ્પષ્ટ થઈ ગયું છે કે ગુજરાતના ભાવિ નાથ પણ ભુપેન્દ્ર પટેલ છે. સીએમ ભુપેન્દ્ર પટેલની કામ કરવાની રીતથી તથા કામ કરવાની ઝડપથી પણ તેઓ પ્રભાવિત થયા છે. તેની સાથે બધાને સાથે લઈને ચાલવાની અને બધાના મંતવ્ય લેવાનું તેમનું વલણ પણ વડાપ્રધાન મોદીને પસંદ આવ્યું છે.

આ ઉપરાંત ભુપેન્દ્ર પટેલ પંચાયતથી લઈને વિધાનસભ્ય સુધીનો અનુભવ ધરાવતા હોવાની સાથે ગુજરાતના વર્તમાન વિધાનસભ્યો અને નવા વિધાનસભ્યોને સાથે લઈને ચાલે છે અને તેમની વચ્ચે તાલમેળ જાળવે છે. તેની સાથે તેઓ પક્ષ અને સરકાર વચ્ચે જે રીતે સમન્વય સાધી રહ્યા છે તેના લીધે પણ મોદી તેમનાથી ખુશ છે.

આ પણ વાંચોઃ

Gujarat Assembly Election 2022/બાપુનગર બેઠક પર ટક્કર થવાનું આશા, ઘણી પાર્ટીઓએ મેદાનમાં ઉતાર્યા ઉમેદવારો

Gujarat Assembly Election 2022/“બંગાળીઓ માટે માછલી બનાવીશું” ટિપ્પણી બદલ અભિનેતા પરેશ રાવલે માંગી માફી