Not Set/ શિસ્તબદ્ધ વાહનચાલકને મળશે પેટ્રોલની ફ્રી ગિફ્ટ કુપન

પોલીસ વડોદરામાં ટ્રાફિકનાં નિયમોનું શિસ્તબદ્ધ પાલન કરતાં વાહનચાલકોને પેટ્રોલની ફ્રી ગિફ્ટ કુપન આપીને તેમને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા બદલ તેમને પ્રોત્સાહિત કરી રહી છે.

Top Stories Gujarat Others
ટ્રાફિકની સમસ્યા શિસ્તબદ્ધ વાહનચાલકને મળશે પેટ્રોલની ફ્રી ગિફ્ટ કુપન

વડોદરામાં ટ્રાફિકની સમસ્યા અને પ્રદુષણનો પ્રશ્ન હળવો કરવાં વડોદરા પોલીસ દ્વારા અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અનોખા અભિયાન દ્વારા વધુમાં વધુ વાહનચાલકો ટ્રાફિકનાં નિયમો પાળે તે માટેનાં સરાહનીય પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે.

vadodara શિસ્તબદ્ધ વાહનચાલકને મળશે પેટ્રોલની ફ્રી ગિફ્ટ કુપન

  • વડોદરા ટ્રાફિક પોલીસનો નવતર અભિગમ,
  • પોલીસ આપી રહી છે પેટ્રોલની ફ્રી ગિફ્ટ કુપન
  • ટ્રાફિકના નિયમોનું પાલન કરનારનું સન્માન
  • નિયમોનું શિસ્તબદ્ધ પાલન કરનારને ઈનામ
  • પોલીસ આપી રહી છે પેટ્રોલની ફ્રી ગિફ્ટ કુપન
  • શિસ્તબદ્ધ વાહનચાલકને ‘ટ્રાફિક ચેમ્પિયન’નું સન્માન

વડોદરામાં વાહનચાલકોને સન્માનિત કરી રહેલી આ ટ્રાફિક પોલીસે વાસ્તવમાં વડોદરામાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવાં અને પ્રદુષણનો પ્રશ્ન ઉકેલવા માટેનો અનોખો પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં પોલીસ વડોદરામાં ટ્રાફિકનાં નિયમોનું શિસ્તબદ્ધ પાલન કરતાં વાહનચાલકોને પેટ્રોલની ફ્રી ગિફ્ટ કુપન આપીને તેમને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા બદલ તેમને પ્રોત્સાહિત કરી રહી છે.

vaodara 1 શિસ્તબદ્ધ વાહનચાલકને મળશે પેટ્રોલની ફ્રી ગિફ્ટ કુપન

ટ્રાફિકના નિયમોનું પાલન કરતાં વાહનચાલકોનો વડોદરા ટ્રાફિક પોલીસ આભાર માનીને તેમને 100 રૂ.નાં ફ્રી પેટ્રોલની કુપન ગિફ્ટમાં આપી રહી છે. જો કે, તે માટે જરૂરી છે કે, વાહનચાલક પાસે ગાડીનાં તમામ દસ્તાવેજો હોવાં જરૂરી છે. સાથે જ વાહનચાલકે ક્યાંય કોઇ ટ્રાફિક સિગ્નલનો ભંગ ન કર્યો હોવો જોઇએ જરૂરી છે. ટુ વ્હીલર પર હેલ્મેટ અને કારમાં સીટ બેલ્ટ સૌથી જરૂરી નિયમ છે.  ત્યારે જ વાહનચાલકને ‘ટ્રાફિક ચેમ્પિયન’ જાહેર કરી વડોદરા પોલીસ સન્માન કરશે.

ટ્રાફિક નિયમોનું સંપુર્ણપણે શિસ્તબદ્ધ પાલન કરતાં વાહનચાલકો વડોદરા ટ્રાફિક પોલીસનું સન્માન તેમજ 100 રૂ.નાં ફ્રી પેટ્રોલની કુપન મેળવી ખુશ તો છે, સાથે જ તેઓ અન્ય નાગરિકોને પણ પોતાની સુરક્ષા માટે ટ્રાફિક નિયમોનાં પાલન માટે પ્રોત્સાહિત કરી રહ્યાં છે.

વડોદરામાં ટ્રાફિક પોલીસ એક દિવસમાં આવાં 50 જેટલાં ટ્રાફિક ચેમ્પિયન પસંદ કરી તેમને સન્માનિત કરી રહી છે.  વડોદરા પોલીસનાં આ સરાહનીય અભિયાનમાં ઓઇલ માર્કેટીંગ કંપનીઓ તેમજ પેટ્રોલ પમ્પ સંચાલકોનો પણ સુંદર સહયોગ મળી રહ્યો છે.  જેનાં દ્વારા પોલીસ વધુમાં વધુ વાહનચાલકોને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરી રહી છે.