Not Set/ ડીસા/ માર્કેટયાર્ડમાં પ્રથમ દિવસે જ 4200 બોરી બટાટાની આવક

બટાટા નગરી તરીકે ઓળખાતા ડીસા શહેરમાં આવેલ માર્કેટયાર્ડમાં પણ બટાટાની આવક શરૂ થઇ ગઇ છે.  જો કે ગત વર્ષ કરતાં આ વર્ષે માર્કેટયાર્ડમાં બટાટાની આવક શરૂ થતાં પ્રથમ દિવસે જ ભાવ અને આવક બંને વધુ હોવાથી આ વર્ષે ખેડૂતો માટે સારું જાય તેમ માર્કેટયાર્ડના સંચાલકો માની રહ્યા છે. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો એ […]

Gujarat Others
બટાટા ડીસા/ માર્કેટયાર્ડમાં પ્રથમ દિવસે જ 4200 બોરી બટાટાની આવક

બટાટા નગરી તરીકે ઓળખાતા ડીસા શહેરમાં આવેલ માર્કેટયાર્ડમાં પણ બટાટાની આવક શરૂ થઇ ગઇ છે.  જો કે ગત વર્ષ કરતાં આ વર્ષે માર્કેટયાર્ડમાં બટાટાની આવક શરૂ થતાં પ્રથમ દિવસે જ ભાવ અને આવક બંને વધુ હોવાથી આ વર્ષે ખેડૂતો માટે સારું જાય તેમ માર્કેટયાર્ડના સંચાલકો માની રહ્યા છે.

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો એ બટાટા નીકળવાનું શરૂ કરી દીધું છે. આમ તો ડીસા પંથકમાં સૌથી વધુ વાવેતર બટાટાનું થાય છે. તેના કારણે જ ડીસામાં મોટાભાગના વેપાર-ધંધા અને અર્થતંત્રનો આધાર બટાટાની આવક અને ભાવ પર રહેતો હોય છે.

સતત છેલ્લા ચાર વર્ષથી બટાટામાં મંદીના કારણે મોટાભાગના ધંધા ઉપર તેની અસર જોવા મળી હતી  , જો કે આ વર્ષે શરૂઆતથી બટાટામાં સારા ભાવ હોવાના કારણે ખેડૂતો માટે ફાયદાકારક છે.  ડીસા માર્કેટયાર્ડમાં પણ બટાટાની આવક શરૂ થઇ ગઇ છે.

ડીસા માર્કેટયાર્ડમાં બટાટાની આવક શરૂ થતાં પ્રથમ દિવસે જ બટાટામાં 20 કિલો ના 300 થી 351 એકાવન રૂપિયાનો ભાવ રહ્યો હતો, અને 4200 બોરીની આવક થઇ હતી, ગત વર્ષે પ્રથમ દિવસે 100 રૂપિયા જ ભાવ હતો અને 1500 બોરીની આવક થઈ હતી જેથી આ વર્ષે આવક અને ભાવ બન્ને સારા હોવાથી આ વર્ષે ખેડૂતો ને સારો લાભ થશે તેમ માર્કેટયાર્ડના સંચાલકો માની રહ્યા છે.

અત્યારે તો બટાટાની શરૂઆત થઈ ગઈ છે અને માર્કેટયાર્ડમાં બટાકાની આવકના પ્રથમ દિવસથી જ સારા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે ત્યારે હવે આ જ ભાવ જળવાઇ રહે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.