Bribe Case/ જૂનાગઢ પોલીસનો તોડબાજીનો નવો કીમિયો, એકાઉન્ટ ફ્રીઝ કરી અનફ્રીઝ કરવા ઉઘરાવાતી હતી રકમ

પોલીસ હોવું અને તોડબાજ હોવું જાણે સમાનાર્થી બની ગયા છે. જૂનાગઢ પોલીસે તોડબાજીની નવી જ મોડસ ઓપરેન્ડી શોધી કાઢી છે. તે મોટા ટ્રાન્ઝેકશન્સ ધરાવતા ખાતાઓને ખોટી બાબતોના અને બનાવટી રેકોર્ડોના આધારે બેન્કોને નોટિસ મોકલીને ફ્રીઝ કરી દે છે. તેના પછી આ ખાતા જેના હોય તેને ખોલાવવા કે અનફ્રીઝ કરાવવા પોલીસની મુલાકાત લે ત્યારે તેની પાસેથી દંડની મનમાની રકમ વસૂલે છે. આવા 335 ખાતા દીઠ તે પ્રતિ ખાતા દીઠ 20-20 લાખ રૂપિયાનો તોડપાણી કરે છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 27T153305.770 જૂનાગઢ પોલીસનો તોડબાજીનો નવો કીમિયો, એકાઉન્ટ ફ્રીઝ કરી અનફ્રીઝ કરવા ઉઘરાવાતી હતી રકમ

જૂનાગઢઃ પોલીસ હોવું અને તોડબાજ હોવું જાણે સમાનાર્થી બની ગયા છે. જૂનાગઢ પોલીસે (Joonagadh Police) તોડબાજીની નવી જ મોડસ ઓપરેન્ડી શોધી કાઢી છે. તે મોટા ટ્રાન્ઝેકશન્સ ધરાવતા ખાતાઓને ખોટી બાબતોના અને બનાવટી રેકોર્ડોના આધારે બેન્કોને નોટિસ મોકલીને ફ્રીઝ કરી દે છે. તેના પછી આ ખાતા જેના હોય તેને ખોલાવવા કે અનફ્રીઝ (Unfreeze) કરાવવા પોલીસની મુલાકાત લે ત્યારે તેની પાસેથી દંડની મનમાની રકમ વસૂલે છે. આવા 335 ખાતા દીઠ તે પ્રતિ ખાતા દીઠ 20-20 લાખ રૂપિયાનો તોડપાણી કરે છે.

કેરળના યુવાન સાથે આવું કરવા જતાં જૂનાગઢ પોલીસના આ તોડપાણીનો પર્દાફાશ થયો છે. તેની ફરિયાદ જૂનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ ફરિયાદ જૂનાગઢ સાઇબર ક્રાઇમ સેલના ઇન્સ્પેક્ટર એ એમ ગોહિલ, માણાવદરના સીપીઆઇ તરલ ભટ્ટ અને સાઇબર ક્રિમ સેલના એએસઆઇ દીપક જાની સામે નોંધાઈ છે. તેઓએ એક કેરળ યુવકની સાથે તોડપાણી કરવાનો પ્રયાસ કરતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે.

જૂનાગઢ પોલીસના તોડકાંડમાં માસ્ટર માઇન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટ (Taral Bhatt) હોવાનો ખુલાસો થયો છે. આ સિવાય 335 જેટલા એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા આ એકાઉન્ટ પણ ડમી હોવાની સંભાવના આઇજીએ વ્યક્ત કરી છે. તેની સાથે આઇજીએ આખુ આંતરરાષ્ટ્રીય કૌભાંડ હોવાની સંભાવના પણ વ્યક્ત કરી છે.

આ તોડબાજીના સૂત્રધાર મનાતા પીઆઈ તરલ ભટ્ટે અમદાવાદમાં પણ કૌભાંડો આચરવામાં આવ્યા હોવાનું મનાય છે. અમદાવાદમાં તેઓ પીસીબીમાં હતા. અમદાવાદમાં પણ સટ્ટાકાંડમાં તેમણે મોટો તોડ કર્યો હોવાનું માનવામાં આવે છે. તેના પગલે તેમની અમદાવાદ પીસીબીમાંથી છેક જૂનાગઢ ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ પ્રકારના અનેક કૌભાંડોના પગલે તેઓ વિવાદમાં રહી ચૂક્યા છે. સરકારે પણ તેમના વિવાદોથી પીછો છોડાવવા માંગતા હોય તેમ તેમની જૂનાગઢ જેવા નાના સ્થળે ટ્રાન્સફર કરી હતી.

અહીં આવ્યા પછી તેમણે તોડબાજીનો નવો કીમિયો શોધી કાઢ્યો હોવાનું મનાય છે. તેમા મોટા ટ્રાન્ઝેકશનવાળા ખાતા ફ્રીઝ કરીને તેમાથી જંગી તોડબાજી કરી હોવાનું મનાય છે. બીજા શબ્દોમાં કહીએ તો પીઆઈ તરલ ભટ્ટ મોટાપાયા પર સટ્ટાકાંડ અંગે જાણે છે, પરંતુ તેને રોકવાના બદલે તેને જારી રાખવા માટે તેમની પાસેથી રૂપિયા ઉઘરાવે છે. આમ સટોડિયાઓને છૂટો દોર આપી દીધો છે. હાલમાં તો ત્રણેય પોલીસ અધિકારી સસ્પેન્ડ છે અને હવે એટીએસે આ કેસની તપાસ હાથમાં લીધી છે.


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ