Not Set/ બોલ ટેમ્પરિંગ વિવાદ : ઓસ્ટ્રેલિયા બાદ રાજસ્થાન રોયલ્સે પણ સ્મિથની કરી છુટ્ટી, રહાણેને સોપાઈ ટીમની કમાન

મુંબઈ, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ દરમિયાન સામે આવેલા બોલ ટેમ્પરિંગના વિવાદને લઇ ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડી સ્ટીવન સ્મિથને ICC દ્વારા એક ઝટકો મળી ચુક્યો છે. ત્યારે સોમવારે સ્મિથને વધુ એક મોટો આંચકો આપવામાં આવ્યો છે. બોલ ટેમ્પરિંગના વિવાદને લઇ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા સ્મિથ પર કાર્યવાહી કરતા તેને કાંગારું ટીમના કેપ્ટનપદેથી હકાલપટ્ટી કરી […]

Top Stories
gdgddgd બોલ ટેમ્પરિંગ વિવાદ : ઓસ્ટ્રેલિયા બાદ રાજસ્થાન રોયલ્સે પણ સ્મિથની કરી છુટ્ટી, રહાણેને સોપાઈ ટીમની કમાન

મુંબઈ,

દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ દરમિયાન સામે આવેલા બોલ ટેમ્પરિંગના વિવાદને લઇ ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડી સ્ટીવન સ્મિથને ICC દ્વારા એક ઝટકો મળી ચુક્યો છે. ત્યારે સોમવારે સ્મિથને વધુ એક મોટો આંચકો આપવામાં આવ્યો છે.

બોલ ટેમ્પરિંગના વિવાદને લઇ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા સ્મિથ પર કાર્યવાહી કરતા તેને કાંગારું ટીમના કેપ્ટનપદેથી હકાલપટ્ટી કરી હતી. ત્યારે હવે રાજસ્થાન રોયલ્સે પણ આઈપીએલ-૧૧ (IPL)ની સિઝન માટે સ્મિથની કેપ્ટનપદેથી હકાલપટ્ટી કરવામાં આવી છે. સ્મિથનની જગ્યાએ અજીન્ક્ય રહાણેને ટીમનીનું કમાન સોંપવામાં આવ્યું છે.

આ પહેલા બીસીસીઆઈ (BCCIએ વિવાદ અંગે જણાવ્યું હતું કે, “આ સમગ્ર વિવાદ મામલે રાજસ્થાન રોયલ્સની ટીમે નિર્ણય કરવાનો છે. સ્મિથે બોલ સાથે ચેડા કરવાની મંજુરી આપીને ક્રિકેટની રમતને લાંછન લગાવ્યુ છે. ત્યારે રાજસ્થાન રોયલ્સ પણ આ અંગે કડક નિર્ણય લે તે જરુરી છે.

બીસીસીઆઈના અધિકારીએ પણ જણાવ્યુ હતું કે, તેમને આશા છે કે રાજસ્થાન કોઈ વિવાદમાં ફસાવા નહીં માંગે. જેથી સ્મિથને કેપ્ટન પદેથી હટાવી એક ખેલાડી તરીકે ટીમમાં રાખી શકે છે.

મહત્વનું છે કે, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ દરમિયાન કાંગારું ઓપનર બેન્ક્રોફ્ટને મેચ દરમિયાન પોતાના પેન્ટમાંથી કોઈ પીડા રંગની એક વસ્તુ નીકળતો જોવામાં આવ્યો હતો. જો કે ત્યારબાદ સામે આવેલા વિડીયોમાં જોવામાં આવ્યું હતું કે, બેન્ક્રોફ્ટ બોલ પર કઈક વસ્તું લગાવી રહ્યો છે અને ફરીથી પોતાના ખિસ્સામાં રાખી રહ્યો છે.

આ વિવાદ બાદ અનેક સવાલો ઉભા થયા હતા પરંતુ કાંગારું કેપ્ટન સ્ટીવન સ્મિથે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “બોલ ટેમ્પરિંગ એ તેમની ટીમના ગેમ પ્લાનનો એક હિસ્સો છે અને આ નિર્ણયમાં ટીમના લીડરશીપ ગુરુ પણ સમાવિષ્ટ હતા”.

સ્મિથના આ નિવેદન બાદ પ્રધાનમંત્રી મેલકોમ ટર્નબુલે પણ દુઃખ જતાવતાં આ નિવેદનને શરમજનક ગણાવ્યું હતું અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને નિર્ણાયક કાર્યવાહી કરવા માટે આગ્રહ કર્યો હતો. જો કે ત્યારબાદ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડ દ્વારા સ્મિથને ટીમના કેપ્ટન પદેથી હટાવ્યો હતો.

જયારે ICC દ્વારા પણ આઈસીસીની આચારસંહિતાના ધારા ૨.૨.૧ના નિયમ મુજબ સ્મિથ પર આરોપ લગાવ્યા હતા અને સ્મિથને એક ટેસ્ટ મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે તેમજ મેચ ફી ના ૧૦૦ % દંડ પણ ફટકાર્યો હતો. આ ઉપરાંત ICC દ્વારા કાંગારું ઓપનર કેમરોન બેન્ક્રોફટને પણ આ વિવાદના બદલે ત્રણ ડિમેરિટ પોઈન્ટ આપ્યા હતા અને મેચ ફીના ૭૫ ટકાનો દંડ પણ ફટકાર્યો હતો.