Suicide/ અભિનેત્રી આકાંક્ષા દુબેએ કરી આત્મહત્યા, વારાણસીની હોટલમાં લગાવી ફાંસી

અભિનેત્રી આકાંક્ષા દુબેએ બનારસના સારનાથની એક હોટલમાં આત્મહત્યા કરી લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે મોડલ અને અભિનેત્રી આકાંક્ષા દુબેએ સારનાથ પોલીસ સ્ટેશન વિસ્તારની સોમેન્દ્ર હોટલમાં ફાંસી લગાવીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું.

Top Stories Entertainment
આકાંક્ષા

ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેએ બનારસના સારનાથની એક હોટલમાં આત્મહત્યા કરી લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે મોડલ અને અભિનેત્રી આકાંક્ષા દુબેએ સારનાથ પોલીસ સ્ટેશન વિસ્તારની સોમેન્દ્ર હોટલમાં ફાંસી લગાવીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. આકાંક્ષા ભદોહી જિલ્લાના ચૌરી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પારસીપુરની રહેવાસી હતી.

આકાંક્ષાએ ‘વીરોં કે વીર’ અને ‘કસમ પેદા કરને વાલે કી 2’ નામની ફિલ્મોમાં કામ કર્યું હતું. અભિનેત્રીએ આ પગલું કેમ ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી.આકાંક્ષા દુબે ત્રણ વર્ષની ઉંમરે તેના માતા-પિતા સાથે મુંબઈ શિફ્ટ થઈ ગઈ હતી. તેના માતા-પિતા તેને IPS ઓફિસર બનાવવા માંગતા હતા, પરંતુ તેમનું મન ડાન્સ અને એક્ટિંગમાં હતું.

રિપોર્ટ્સ અનુસાર, 17 વર્ષની ઉંમરે આકાંક્ષા દુબેએ ભોજપુરી સિનેમામાં પગ મૂક્યો હતો. અહીં તેણે નિર્દેશક આશિ તિવારી સાથે કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હતું. જોકે તેને ઘણી વખત અસ્વીકારનો સામનો પણ કરવો પડ્યો હતો. કહેવાય છે કે વર્ષ 2018માં આકાંક્ષા ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી. આ પછી તેણે ફિલ્મી પડદાથી દૂરી બનાવી લીધી. તેણે કહ્યું હતું કે નવા કલાકાર સાથે નવા કલાકારની જેમ વ્યવહાર કરવામાં આવતો નથી. જેના કારણે લોકોનો વિશ્વાસ તૂટે છે.

આકાંક્ષા દુબેએ ફિલ્મોમાં પુનરાગમન કરવાનો શ્રેય તેની માતાને આપ્યો. તેણે કહ્યું હતું કે તેની માતાએ મુશ્કેલ સમયમાં તેનો સાથ આપ્યો હતો. ફિલ્મો સિવાય તેણે ઘણા સારા ગીતોના મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું હતું. 2021માં આવેલું અભિનેત્રીનું ગીત ‘તુમ જવાન હમ લાઈકા’ બ્લોકબસ્ટર હિટ સાબિત થયું હતું. તેણે ખેસારી લાલ યાદવ સાથે વીડિયો ‘નાચ કે માલકીની’માં પણ કામ કર્યું હતું. તેમના બ્લોકબસ્ટર હિટ ગીતોમાં ‘ભૂરી’, ‘કાશી હિલે પટના હિલે’, ‘નમરિયા કમરિયા મેં ખોસ દેબ’નો સમાવેશ થાય છે.

આકાંક્ષા દુબે જેવી પ્રતિભાશાળી અભિનેત્રીની અચાનક વિદાય તેના ચાહકો માટે ખૂબ જ દુઃખની વાત છે.

આ પણ વાંચો:વાઝુદ્દીન સિદ્દીકી પર આરોપો વચ્ચે પૂર્વ પત્ની આલિયાની મુશ્કેલીઓ વધી, જાણો કોણે નોંધાવ્યો કેસ

આ પણ વાંચો:Happy family : કન્ડિશન્સ એપ્લાયના કલાકાર અને નિર્માતાએ અમદાવાદ શહેરની મુલાકાત લીધી

આ પણ વાંચો:‘બાળ કલ્યાણ’ નફાકારક પ્રવૃત્તિ માટે હોતું નથીઃ રાણી મુખર્જીની ફિલ્મ અંગે નોર્વેનો જવાબ

આ પણ વાંચો:આખરે, કેમ આ ગાયકના દીવાના થયા પીએમ મોદી, આ રીતે કર્યા વખાણ: જુઓ વીડિયો