Not Set/ એનઆરસી/ ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીયનો સીએમ મમતા બેનર્જી પર શાબ્દિક પ્રહાર

ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય મહામંત્રી કૈલાસ વિજયવર્ગીયએ પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું છે. તેમણે મંગળવારે કહ્યું કે મમતા બેનર્જી પશ્ચિમ બંગાળમાં પોતાની મનમાની ચલાવી રહ્યા છે. વિજયવર્ગીયએ વધુમાં કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકાર છે. અને તેમની સરકાર દેશના બંધારણનું પાલન કરી રહી નથી. હું આ એટલા માટે કહી રહ્યો છું […]

Top Stories India
kailash vijayvargiya 4492577 835x547 m એનઆરસી/ ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીયનો સીએમ મમતા બેનર્જી પર શાબ્દિક પ્રહાર

ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય મહામંત્રી કૈલાસ વિજયવર્ગીયએ પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું છે. તેમણે મંગળવારે કહ્યું કે મમતા બેનર્જી પશ્ચિમ બંગાળમાં પોતાની મનમાની ચલાવી રહ્યા છે. વિજયવર્ગીયએ વધુમાં કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકાર છે. અને તેમની સરકાર દેશના બંધારણનું પાલન કરી રહી નથી. હું આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે જો રાજ્યપાલે પણ કોઈ પણ બાબતે મમતા બેનર્જીની પરવાનગી લેવી પડતી હોય, તો સ્પષ્ટ છે કે મમતા બેનર્જી પોતાનો કાયદો ચલાવી રહ્યા છે.

ભારતીય જનતા પાર્ટીનાં કદ્દાવર નેતા અને પાર્ટીનાં મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયએ પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું છે. એનઆરસી મુદ્દે વાત કરતાં તેમણે કહ્યું કે, મમતા બેનર્જી વડા પ્રધાન નહીં પણ માત્ર મુખ્યમંત્રી છે. તો પછી તેઓ એનઆરસી વિશે કેમ આટલા ચિંતિત છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ મમતા બેનર્જીએ એનઆરસીને લઈને કેન્દ્રની ભાજપ સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. ત્યારબાદ વિજયવર્ગીયએ હવે મમતા બેનર્જી પર શાબ્દિક પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું, એનઆરસીને લાગૂ કરવુ કે ન કરવુ તે કેન્દ્રનો નિર્ણય છે. જો કેન્દ્ર એનઆરસીનો અમલ કરવાનો નિર્ણય લે છે તો તેઓ તે પણ કશું કરી શકશે નહીં કારણ કે તે કેન્દ્રનો નિર્ણય હશે.

આપને જણાવી દઇએ કે આ પહેલા પશ્ચિમ બંગાળનાં રાજ્યપાલે કહ્યું હતું કે 24 ઉત્તર પરગનાનાં જિલ્લાનાં પ્રવાસ અંગે અધિકારીઓને પહેલેથી જ માહિતી આપવામાં આવી હતી. પરંતુ જિલ્લા અધિકારીઓએ મને કહ્યું હતું કે તેઓ રાજ્ય સરકારની પરવાનગી લીધા વિના કોઈ કામ કરશે નહીં. આ સંપૂર્ણપણે ગેરબંધારણીય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.