Not Set/ તુર્કીમાં મોટી દુર્ઘટના, બાળકો સહિત 11 લોકોનાં થયા મોત

તુર્કીમાં મોટો અકસ્માત થયો છે. અહી બોટ પલટી જવાથી 8 બાળકો સહિત 11 લોકોનાં મોત નીપજ્યાં હતાં. શનિવારે તુર્કીનાં એજિયન પશ્ચિમ કાંઠે દુર્ઘટના સર્જાઈ હતી, જ્યારે પ્રવાસીઓથી ભરેલી બોટ પલટાઇ ગઇ હતી. બોટમાં 8 બાળકો સહિત 11 લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં કોઇ બચી શક્યુ નથી. તુર્કીની સરકાર અનાદોલૂ એજન્સી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, […]

Top Stories World
Boat accident તુર્કીમાં મોટી દુર્ઘટના, બાળકો સહિત 11 લોકોનાં થયા મોત

તુર્કીમાં મોટો અકસ્માત થયો છે. અહી બોટ પલટી જવાથી 8 બાળકો સહિત 11 લોકોનાં મોત નીપજ્યાં હતાં. શનિવારે તુર્કીનાં એજિયન પશ્ચિમ કાંઠે દુર્ઘટના સર્જાઈ હતી, જ્યારે પ્રવાસીઓથી ભરેલી બોટ પલટાઇ ગઇ હતી. બોટમાં 8 બાળકો સહિત 11 લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં કોઇ બચી શક્યુ નથી. તુર્કીની સરકાર અનાદોલૂ એજન્સી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, 8 બાળકો સહિત 11 પ્રવાસીઓની મોત થઇ છે. તેમની બોટ તુર્કીનાં પશ્ચિમ કાંઠે ડૂબી ગઈ.

Image result for turkey boat accident

આપને જણાવી દઈએ કે, 2015 માં, યુરોપિયન યુનિયનનાં વિસ્તારમાં દરિયાઇ માર્ગથી જઇ રહેલા પ્રવાસીઓ માટે તુર્કીનાં એજિયન માર્ગ મુખ્ય મુદ્દો બની ગયો છે. આ માર્ગ દ્વારા મોટી સંખ્યામાં પ્રવાસીઓ યુરોપિયન યુનિયનનાં ક્ષેત્રમાં ઘૂસતા હોય છે. મધ્ય પૂર્વ અને આફ્રિકામાં સંઘર્ષ અને ગરીબી નાં કારણે લોકો સ્થળાંતરનો માર્ગ પસંદ કરી રહ્યા છે. અંકારા અને યુરોપિયન યુનિયન વચ્ચે 2016 નાં કરારથી આ માર્ગમાંથી જતા પ્રવાસીઓને મોટા પ્રમાણમાં અટકાવવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.