પંચમહાલ/ કાલોલમાં લગ્નના વરઘોડામાં થયો પથ્થરમારો, વાહનો અને દુકાનોમાં તોડફોડ

કાલોલના ગઘેડી ફળિયામાંથી મોડી રાત્રે એક વરઘોડો નીકળ્યો હતો. મસ્જિદ પાસેથી મોડી રાત્રે વરઘોડો નીકળી રહ્યો હોવાને કારણે સામાન્ય બોલાચાલી થઈ હતી.

Gujarat Others
વરઘોડામાં પથ્થરમારો
  • કાલોલમાં શાંતિ દાહોળવાનો કરાયો પ્રયાસ
  • શહેરમાં લગ્નના વરઘોડામાં થયો પથ્થરમારો
  • વરરાજાના પિતા થયા ઇજાગ્રસ્ત
  • હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા

પંચમહાલ જિલ્લાના કાલોલ શહેરમાં શાંતિ દાહોળવાનો પ્રયાસ કરાયો હતો.ગત રાત્રીએ કાલોલ શહેરમાં લગ્નના વરઘોડામાં પથ્થરમારો થયો હતો. કાલોલના ગધેડી ફળિયામાંથી નીકળેલા વરઘોડા પર પથ્થરમારો થયો હતો. બોલાચાલી બાદ પથ્થરમારો કરવામાં આવ્યો.આ પથ્થરમારામાં વરરાજાના પિતા ઇજાગ્રસ્ત થયા હતા. જેથી તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.પથ્થરમારો કરી વાહનો અને દુકાનોમાં તોડફોડ કરાઈ હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત આવ્યો હતો.

કાલોલના ગઘેડી ફળિયામાંથી મોડી રાત્રે એક વરઘોડો નીકળ્યો હતો. મસ્જિદ પાસેથી મોડી રાત્રે વરઘોડો નીકળી રહ્યો હોવાને કારણે સામાન્ય બોલાચાલી થઈ હતી. જેના બાદ મામલો બિચક્યો હતો. આ બાદ વરઘોડા પર પથ્થરમારો કરાયો હતો. ડી.જે. સાથે નીકળેલા વરઘોડા પર પથ્થરમારો કરાતા રાત્રિ દરમ્યાન અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એટલુ જ નહિ, મહોલ એટલો બગડ્યો હતો કે, વાહનો અને દુકાનોની પણ તોડફોડ કરાઈ હતી.

મોડી રાત્રિની ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. માહોલ તંગ બનતા સમગ્ર જિલ્લાની પોલીસ પણ બોલાવવાની ફરજ પડી હતી. સમગ્ર મામલે પોલીસે પથ્થરમારો કરનાર તત્વોને શોધી કાઢી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો:અમિત શાહ આ મહિને ફરી ગુજરાત જશે, તે બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરશે જ્યાં તેઓ ક્યારેય જીત્યા નથી

આ પણ વાંચો:સૌરવ ગાંગુલીની પત્ની ડોના જશે રાજ્યસભા? ગૃહમંત્રી અમિત શાહની કોલકાતા મુલાકાત બાદ અટકળો

આ પણ વાંચો:સિંગાપોરમાં ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, શશિ થરૂરે ટ્વિટ કરતા થયો વિવાદ