ગુજરાત પ્રવાસ/ દાહોદ પહોંચ્યા રાહુલ ગાંધી, આદિવાસી સત્યાગ્રહ રેલીને કરશે સંબોધશે

ગુજરાતમાં ચૂંટણી પ્રચારને તેજ બનાવતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી મંગળવારે ગુજરાતના દાહોદ પહોંચ્યા છે. અહીં રાહુલ ગાંધી આદિવાસી સત્યાગ્રહ રેલીને દાહોદ ખાતે નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ઐતિહાસિક મેદાન પર સંબોધન કરશે. 

Top Stories Gujarat Others
રાહુલ ગાંધી

ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. અગાઉ કોંગ્રેસે ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે. ગુજરાતમાં ચૂંટણી પ્રચારને તેજ બનાવતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી મંગળવારે ગુજરાતના દાહોદ પહોંચ્યા છે. રાહુલ ગાંધીનું કોંગ્રેસના નાતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે. અહીં રાહુલ ગાંધી આદિવાસી સત્યાગ્રહ રેલીને દાહોદ ખાતે નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ઐતિહાસિક મેદાન પર સંબોધન કરશે.

હાલ કોંગ્રેસ નેતૃત્વથી નારાજ હાર્દિક પટેલ પણ રાહુલ ગાંધીના કાર્યક્રમને પગલે દાહોદ પહોંચ્યા છે. જ્યાં તેણે ફરી પોતાનો સૂર બદલ્યો હતો. તેમણે એક નિવેદનમાં કહ્યુ કે, કોંગ્રેસમાં જ છું અને પક્ષને 100 ટકા આપીશ. મારી પક્ષ સાથે જોડાયેલી બાબતોનું નિરાકરણ પણ ચોક્કસ આવશે. હું આજે રાહુલ ગાંધી સાથે ચર્ચા ચોક્કસ કરીશ. હું પાર્ટીમાં છું અને મારી ભુમિકા નિભાવું છું. નરેશ પટેલ આવે એટલે બધા રાજી થાય છે. નરેશભાઈ જલદી નિર્ણય લે તેવી મારી વિનંતી છે.

કોંગ્રેસના એક નેતાએ કહ્યું, “જો આદિવાસી સમિતિના પ્રમુખ અલગ દિશામાં કામ કરી રહ્યા છે, તો તેનાથી ખોટો સંદેશ જશે. જો રાહુલ ગાંધી આદિવાસી સત્યાગ્રહ રેલીમાં હાજરી આપવા માટે દાહોદ આવી રહ્યા છે તો તે જ દિવસે આદિવાસી સમાજના અન્ય કાર્યક્રમની શું જરૂર છે?’ અનંત પટેલે જો કે તેમના પગલાને યોગ્ય ઠેરવ્યું છે. કોંગ્રેસની આદિવાસી સમિતિના પ્રમુખે કહ્યું, ‘અમારો કાર્યક્રમ પહેલેથી જ નક્કી હતો. અગાઉ કોંગ્રેસના અન્ય કાર્યક્રમને કારણે અમારે સૂચિત રેલી રદ કરવી પડી હતી. હવે જો બીજી વખત અમારો કાર્યક્રમ રદ કરીએ તો તેની નકારાત્મક અસર પડશે.

દાહોદમાં યોજાનારું આદિવાસી સંમેલન કરી રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીના તમામ ધારાસભ્યો સાથે બપોરે 2 કલાકે બેઠક કરશે. તેઓ આદિવાસી વિસ્તારના તમામ આગેવાનો સાથે પણ વિશેષ સંવાદ બેઠક યોજશે અને સ્થાનિક પરિસ્થિતિ વિશે ચર્ચા કરશે. આ રેલી થકી રાહુલ ગાંધી કાર્યકરોને માર્ગદર્શન આપી આગામી સમયમાં વધુ મજબૂતીથી આદિવાસી સમાજના પ્રશ્નો માટે લડતના કાર્યક્રમો જાહેર કરશે. આદિવાસી સત્યાગ્રહ રેલીમાં આદિવાસી સમાજના સળગતા પ્રશ્નો, આદિવાસી અસ્મિતા, સંસ્કૃતિ માટે લડતનો નિર્ધાર જાહેર કરવામાં આવશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે આદિવાસી સમાજનાં ભાઈ-બહેનોને તેમના બંધારણીય હક્ક અને અધિકાર મળે એ માટે કોંગ્રેસ પક્ષ લડત આપી રહ્યો છે.

આ પણ વાંચો:અમિત શાહ આ મહિને ફરી ગુજરાત જશે, તે બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરશે જ્યાં તેઓ ક્યારેય જીત્યા નથી