Not Set/ એશિયાનું સૌથી મોટું ઊંઝા માર્કેટયાર્ડ આટલા દિવસ રહેશે બંધ

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. વિવિધ શહેરોમાં સંક્રમિતોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો આવી રહ્યો છે. આ કપરા સમયમાં સરકારે કર્ફયુ સહિત પ્રતિબંધો લાદ્યા છે.

Top Stories Gujarat Others
a 10 એશિયાનું સૌથી મોટું ઊંઝા માર્કેટયાર્ડ આટલા દિવસ રહેશે બંધ

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. વિવિધ શહેરોમાં સંક્રમિતોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો આવી રહ્યો છે. આ કપરા સમયમાં સરકારે કર્ફયુ સહિત પ્રતિબંધો લાદ્યા છે. ત્યારે બીજી તરફ  મહેસાણા જિલ્લાના ઊંઝામાં આવેલું માર્કેટ યાર્ડ એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ છે. રોજના હજારો લોકોની અવરજવર ધરાવતું એશિયાનું આ સૌથી મોટું માર્કેટ 8 દિવસ માટે બંધ રહેશે. ઊંઝા એપીએમસી દ્વારા ઊંઝા ગંજબજાર 8 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. 25 માર્ચ, 2021થી 1 એપ્રિલ, 2021 સુધી એમ કુલ 8 દિવસ માટે  માર્કેટયાર્ડ બંધ રહેશે.

ઊંઝા એપીએમસી દ્વારા કરાયેલી સત્તાવાર જાહેરાત પ્રમાણે માર્ચ એન્ડિંગમાં વેપારીઓને પોતાના હિસાબો કરી શકે તે માટે ઊંઝા માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ઊંઝા વેપારી એસોસિએશનની રજૂઆતના પગલે ઊંઝા એપીએમસી દ્વારા ઊંઝા માર્કેટયાર્ડ બંધ રાખવાની જાહેરાત કરાઈ છે.

આ પણ વાંચો : પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત, પોરબંદરના દરિયાકિનારેથી 35 માછીમારોને બન્યા બંધક

આ નિર્ણયને કોરોનાના કેસો સાથે કંઈ લેવાદેવા નતી પણ કોરોનાના કેસો વધી રહ્યા છે તેવામાં આ નિર્ણય આશિર્વાદરૂપ સાબિત થશે. રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને રાજ્યનાં ચાર મોટાં શહેરો  સુરત, અમદાવાદ અને રાજકોટમાં તો કોરોના સાવ બેકાબૂ બની ગયો હોય એવી હાલત છે. રાજ્યના બીજા વિસ્તારોમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે તેના કારણે લોકોમાં ફફડાટ છે. રાજ્યમાં દરરોજ એક હજારથી વધુ કોરોનાના નવા કેસ નોંધાઇ રહ્યા છે ત્યારે રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે. આ અફવાઓ અને ભયના માહોલ વચ્ચે જ્યા રોજ હજારો લોકો આવે છે એનુ ઊંઝાનું માર્કેટ યાર્ડ 8 દિવસ માટે બંધ રહેશે તેના કારણે  લોકોમાં કોરોનાનો ચેપ લાગવાનો ખતરો ઘટશે.

આ પણ વાંચો : અમરેલીમાં સરકારી જમીન પર કબજો કરનાર 21 દુકાન ધારકો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાયો, ધરપકડ કરવા

ઉલ્લેખનીય છે કે દર વર્ષે વેપારીઓ દ્વારા માર્ચ એન્ડીંગના કારણે વર્ષ દરમ્યાન કરવામાં આવેલા વેપાર ધંધાના હિસાબો માટે હિસાબી વર્ષના છેલ્લા દિવસોમાં માર્કેટયાર્ડ બંધ રાખવા માટે એપીએમસીમાં રજૂઆત કરવામાં આવે છે. જેને પગલે એપીએમસી દ્વારા બંધ રાખવામાં આવે છે. જેમાં આ વખતે ઊંઝા માર્કેટયાર્ડ 25 માર્ચથી બંધ રાખવામાં આવશે જે 2 એપ્રિલના રોજ ફરી એકવાર શરૂ થશે. ત્યારે 25 તારીખથી 1 તારીખના સમય ગાળામાં ઊંઝા માર્કેટયાર્ડમાં વેપાર સહિત હરાજીનું કામકાજ બંધ રહેશે.

આ પણ વાંચો : જામનગરને શર્મસાર કરતી ઘટના, એક તરુણી પર ત્રણ નરાધમોએ આચર્યું દુષ્કર્મ

ઊંઝા માર્કેટયાર્ડમાં હાલમાં આવતા ખેડૂતોને ચાલુ વર્ષે સારી વરિયાળીના 4000 કરતાં વધુ ભાવ મળ્યા હતા જ્યારે ઇસબગુલના પણ આ વખતે એતિહાસિક ભાવ ખેડૂતોને મળ્યા હતા જેને લઈ ખેડૂતો ખુશ ખુશાલ થયા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…