Not Set/ ટ્રાઈ પ્રમુખની ચેલેન્જ બાદ હવે સરકાર દ્વારા લોકો માટે જાહેર કરાઈ આ એડવાઇઝરી

નવી દિલ્હી, ગત ૨૮ જુલાઈના રોજ ટેલિકોમ રેગ્યુલારિટિઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)ના ચીફ આર એસ શર્માએ પોતાના ૧૨ નંબરના આધાર કાર્ડ અંગે આપેલી ચેલેન્જ આપવામાં આવી હતી, ત્યારે હવે સરકાર દ્વારા લોકો માટે આધાર કાર્ડ અંગે એક એડવાઇઝરી જાહેર કરી છે. આ ઘટના બાદ યુઆઇડીઆઈ દ્વારા એક સ્ટેટમેન્ટ સોશિયલ મીડિયામાં જાહેર કરવામાં આવ્યું છે. આ સ્ટેટમેન્ટમાં […]

Top Stories India Trending
AADHAAR LOGO ટ્રાઈ પ્રમુખની ચેલેન્જ બાદ હવે સરકાર દ્વારા લોકો માટે જાહેર કરાઈ આ એડવાઇઝરી

નવી દિલ્હી,

ગત ૨૮ જુલાઈના રોજ ટેલિકોમ રેગ્યુલારિટિઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)ના ચીફ આર એસ શર્માએ પોતાના ૧૨ નંબરના આધાર કાર્ડ અંગે આપેલી ચેલેન્જ આપવામાં આવી હતી, ત્યારે હવે સરકાર દ્વારા લોકો માટે આધાર કાર્ડ અંગે એક એડવાઇઝરી જાહેર કરી છે.

આ ઘટના બાદ યુઆઇડીઆઈ દ્વારા એક સ્ટેટમેન્ટ સોશિયલ મીડિયામાં જાહેર કરવામાં આવ્યું છે. આ સ્ટેટમેન્ટમાં UIDAI દ્વારા જણાવવામાં આવ્યું, “ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયામાં પોતાના આધાર નંબર જાહેર કરીને બીજાને ચેલેન્જ આપતા બચો. હાલના કાયદા હેઠળ આધાર નંબર જેવી પ્રાઈવેટ જાણકારી જાહેર કરવાની મનાઈ છે”.

R S SHARMA ટ્રાઈ પ્રમુખની ચેલેન્જ બાદ હવે સરકાર દ્વારા લોકો માટે જાહેર કરાઈ આ એડવાઇઝરી

આ ઉપરાંત સરકાર દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે, “જો કોઈ આવું કરશે કે કોઈ બીજા વ્યક્તિને આવું કરવા માટે ઉશ્કેરશે તો એમના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

આધાર કાર્ડ બનાવતી સંસ્થા UDAIએ વધુમાં કહ્યું છે કે, “૧૨ આંકડા ધરાવતું આધાર કાર્ડ એ વ્યક્તિગત રૂપે એક સંવેદનશીલ ડોક્યુમેન્ટ છે. જેને જાહેર ન કરવું જોઈએ. જ્યાં જરૂરી હોય ત્યાં જ એનો ઉપયોગ કરવો જોઈએ”.

૨૮ જુલાઈના રોજ TRAIના ચીફે આધાર કાર્ડ મામલે આપી હતી ચેલેન્જ

મહત્વનું છે કે, ૨૮ જુલાઈના રોજ ટ્રાઇનાં પ્રમુખ આર એસ શર્માએ ટ્વીટર પર પોતાના ૧૨ આંકડા ધરાવતા આધાર નંબરને જાહેર કરી ચેલેન્જ આપી હતી. તેઓએ પોતાના આધાર નંબર અંગે ચેલેન્જ આપતા કહ્યું હતું કે, “માત્ર નંબરના આધારે કોઈ એમને હાની પહોચાડી બતાવે”. ત્યારબાદ થોડાક જ સમયમાં એલિયટ એલ્ડરસન નામની એક ફ્રાન્સીસ સેફટી એક્ષ્પર્ટ દ્વારા ટ્રાઈના ચીફના આધાર નંબરને આધારે એમનું એડ્રેસ, જન્મ તારીખ, ફોન નંબર સહિત ઘણી બધી માહિતી શોધી કાઢી હતી. આ બાબતે તેમને ટ્રોલ પણ કરવામાં આવ્યા હતા.