Not Set/ ગામડાનાં એક સામાન્ય ખેડૂતે ગાયુ જસ્ટીન બીબરનું ગીત, વાયરલ થયો વીડિયો

હોલીવુડ સિંગર જસ્ટિન બીબરનું ફેમસ ગીત ‘બેબી’, તમને જરૂર યાદ હશે. આ ગીત ગાતા ઘણા લોકો અગાઉ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યા છે. હવે કર્ણાટકનાં એક ખેડૂતનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે જસ્ટિન બીબરનું હિટ ગીત બેબી ઓન ફિલ્ડમાં મેદાનમાં જોવા મળે છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ […]

India
Justin ગામડાનાં એક સામાન્ય ખેડૂતે ગાયુ જસ્ટીન બીબરનું ગીત, વાયરલ થયો વીડિયો

હોલીવુડ સિંગર જસ્ટિન બીબરનું ફેમસ ગીત ‘બેબી’, તમને જરૂર યાદ હશે. આ ગીત ગાતા ઘણા લોકો અગાઉ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યા છે. હવે કર્ણાટકનાં એક ખેડૂતનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે જસ્ટિન બીબરનું હિટ ગીત બેબી ઓન ફિલ્ડમાં મેદાનમાં જોવા મળે છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

એક અહેવાલ મુજબ, 26 વર્ષીય ખેડૂત પ્રદીપ કર્ણાટકનાં ચિત્રદુર્ગ જિલ્લાનાં હિરિયૂર ખાતે ખેતી કરે છે. પરંતુ જ્યારે તેઓ હિન્દી ગીતોથી દૂર અંગ્રેજી ગીતો ગાય છે ત્યારે લોકો મંત્રમુગ્ધ બની જાય છે. પ્રદીપ દેખાવમાં ખૂબ જ સરળ વ્યક્તિ છે. તે લૂંગી, શર્ટ અને માથા પર રૂમાલ બાંધી ખેતરમાં કામ કરે છે. પ્રદીપ તેના ગીતો અને ડાંસ દ્વારા ગામનાં અન્ય લોકોનું મનોરંજન કરતો રહે છે. ભલે ગામ લોકો તેના ગીતો સમજી શકતા નથી, પરંતુ લોકો તેના ચહેરાનાં હાવભાવ અને નૃત્યને ઘણુ પસંદ કરે છે.

એક અહેવાલ અનુસાર પ્રદીપે જણાવ્યું હતું કે, તેઓ ગ્રેજ્યુએશન દરમિયાન અંગ્રેજીમાં ફેઇલ થઇ ગયા હતા અને તેમને અંગ્રેજી બોલતા બરાબર આવડતુ નહોતુ. જો કે, થોડા સમય પછી તેને આ ભાષા શીખવાનું ગમ્યું અને પછી તેણે અંગ્રેજી અને વેસ્ટર્ન ગીતો સાંભળવાનું શરૂ કર્યું. આજે, તે ફક્ત અંગ્રેજી ગીતો જ નહીં પણ આ ઉપરાંત તે સરળતાથી ચાઇનીઝ અને જાપાનીઝ ગીતો પણ ગાઈ શકે છે.

પ્રદીપે કહ્યું, મને ચાઇનીઝ અને જાપાનીઝ કેવી રીતે બોલવું તે ખબર નથી પરંતુ હું આ બંને ભાષાઓમાં ગીતો સાંભળું છું અને તેમના ઉચ્ચારણ અને સૂર પર ધ્યાન આપું છું. હું ઇયરફોનથી મારું કામ કરતી વખતે ગીતો સાંભળતો રહું છું. એમએસ ઇસાઇ પલ્લી નામનાં એકાઉન્ટ સાથે વાયરલ થયેલા વીડિયોને યુ-ટ્યૂબ પર શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં, તેને 65 હજારથી વધુ વખત જોવામાં આવ્યું છે. યૂઝર્સ આ જોયા બાદ ખેડૂતની પ્રશંસા કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.