બિહારના રાજકારણમાં શું થશે તેની કોઈને ખબર નથી. કહેવાય છે કે અહીંના રાજકારણીઓ એવી રીતે કામ કરે છે કે જમણો હાથ કામ કરે તો ડાબા હાથને ખ્યાલ પણ ન આવે. અહીંના રાજકારણમાં મિત્ર દુશ્મન બનશે અને દુશ્મન મિત્ર બનશે કે કેમ તે અનુમાન લગાવવું અર્થહીન છે. હવે આ કહેવતો કદાચ ફરી એકવાર સાચી થવા જઈ રહી છે. એવા સમાચાર છે કે નીતિશ કુમાર ફરી એકવાર વાપસી કરી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય જનતા પાર્ટી અને JDU વચ્ચે ફરીથી કઈક રંધાઈ રહ્યું છે. બંને પક્ષોના નેતાઓ વચ્ચે ફરી એકસાથે આવવાની વાતચીત ચાલી રહી છે. આ સમાચાર સામે આવતા જ બિહારનું રાજકીય તાપમાન આસમાને પહોંચી ગયું છે. આ અહેવાલો બાદ હવે કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે, બિહાર બીજેપી પ્રમુખ સમ્રાટ ચૌધરી અને JDU મહાસચિવ કેસી ત્યાગી દિલ્હી જવા રવાના થઈ ગયા છે. મળતી માહિતી મુજબ ત્રણેય નેતાઓ એક જ ફ્લાઈટમાં દિલ્હી આવી રહ્યા છે.
રાજ્યપાલને મળ્યા બાદ પણ ચર્ચાઓ જોરશોરથી ચાલી હતી
અગાઉ, સીએમ નીતિશ કુમાર અને રાજ્યપાલ તાજેતરમાં મળ્યા હતા, જે પછી તેમના પલટાની ચર્ચાઓ તેજ થઈ ગઈ હતી. જો કે, આ પછી કેસી ત્યાગીએ કહ્યું હતું કે સીએમ અને રાજ્યપાલ વચ્ચેની આ મુલાકાત એક સૌજન્ય મુલાકાત હતી. આના પરથી રાજકીય અસરો ન લેવી જોઈએ.
આવી ચર્ચાઓ ખેદજનક છેઃ ત્યાગી
કેસી ત્યાગીએ કહ્યું કે નીતિશ કુમાર વિશે આવી ચર્ચાઓ ખેદજનક છે. તેઓ ઈન્ડિયા એલાયન્સના નિર્માતા છે, તેમણે પોતાના બાળકોની જેમ તેનું પાલન-પોષણ કર્યું, તેને છોડ્યા પછી પણ જ્યારે પણ તેના કાર્યક્રમોમાં વિલંબ થાય છે ત્યારે તે અફસોસમાં રહે છે.
આ પણ વાંચો:Republic day 2024/દિલ્હીની સરહદો સીલ, 14,000 સૈનિકો તૈનાત, ભીડવાળા વિસ્તારોમાં વિશેષ તકેદારી
આ પણ વાંચો:INDIAN AIR FORCE/ભારત, ફ્રાન્સ અને UAEએ ‘ડેઝર્ટ નાઈટ’ કવાયત હાથ ધરી, લાલ સમુદ્રમાં હુથી વિદ્રોહીઓ વિરુદ્ધ ત્રણેય દેશોની સંયુક્ત કામગીરી
આ પણ વાંચો:#indianarmy/બ્રહ્મોસ: સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનતું ભારત, માર્ચ સુધીમાં સુપરસોનિક બ્રહ્મોસ મિસાઇલની શરૂ કરશે નિકાસ, DRDO ચીફની મોટી જાહેરાત
