#indianarmy/ બ્રહ્મોસ: સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનતું ભારત, માર્ચ સુધીમાં સુપરસોનિક બ્રહ્મોસ મિસાઇલની શરૂ કરશે નિકાસ, DRDO ચીફની મોટી જાહેરાત

સુપરસોનિક બ્રહ્મોસ મિસાઇલ વિશ્વની સૌથી સફળ મિસાઈલ પ્રોગ્રામમાંથી એક છે. 24 જાન્યુઆરીના રોજ ભારતીય વાયુ સેનાએ બ્રહ્મોસ મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું જે સફળ રહ્યું હતું.

Top Stories India
YouTube Thumbnail 34 બ્રહ્મોસ: સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનતું ભારત, માર્ચ સુધીમાં સુપરસોનિક બ્રહ્મોસ મિસાઇલની શરૂ કરશે નિકાસ, DRDO ચીફની મોટી જાહેરાત

ભારત  (India) તમામ ક્ષેત્રમાં વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. સંરક્ષણ ક્ષેત્ર (Defence Sector)માં ભારત આત્મ નિર્ભર બનવાના પ્રયાસને સફળતા મળી છે. કોઈપણ દેશ પોતાની સૈન્ય તાકાતને લઈને વધુ શક્તિશાળી માનવામાં આવે છે. વિશ્વમાં સૌથી શક્તિશાળી અને સફળ મિસાઈલ એવા બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ (Supersonic BrahMos missiles)ની માર્ચના અંત સુધીમાં નિકાસ શરૂ કરશે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) વડા ડો. સમીર વી.કામતે (Dr. Sameer V. Kamat) આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે હવે સંરક્ષણ મામલે ભારત અન્ય પર નિર્ભર ના રહેતા આત્મનિર્ભર બન્યું છે. ભારતની બ્રહ્મોસ મિસાઇલ હવે વિશ્વની સુરક્ષા કરશે.

content image d1e0c47a a10b 4ae9 83ef 1ce0176ed640 બ્રહ્મોસ: સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનતું ભારત, માર્ચ સુધીમાં સુપરસોનિક બ્રહ્મોસ મિસાઇલની શરૂ કરશે નિકાસ, DRDO ચીફની મોટી જાહેરાત

DRDOના અધ્યક્ષ (DRDO chief) ડો.કામત દ્વારા ગુરુવારે માહિતી આપવામાં આવી કે DRDO આગામી 10 દિવસમાં આ મિસાઇલોની ગ્રાઉન્ડ સિસ્ટમની નિકાસ શરૂ કરશે. એટલું જ નહીં, DRDO દ્વારા વિકસિત 307 ATAGS બંદૂકો અને જેનું નિર્માણ ખાનગી ક્ષેત્રની કંપનીઓ જેમ કે ભારત ફોર્જ અને ટાટા એડવાન્સ સિસ્ટમ્સ દ્વારા કરવામાં આવી રહી છે તેના ઓર્ડર પણ આ નાણાકીય વર્ષના અંત સુધીમાં વિદેશથી આવી શકે છે.

DRDO અધ્યક્ષે કહ્યું કે ફિલિપાઈન્સ સિવાય અન્ય દેશોએ પણ બ્રહ્મોસ મિસાઈલ માટે રસ દાખવ્યો છે. તેમણે કહ્યું કે નિકાસ માટે તૈયાર ATAGSના તમામ ટ્રાયલ પૂર્ણ થઈ ગયા છે. મારું અનુમાન છે કે તેના માટેનો ઓર્ડર 31મી માર્ચ પહેલા આપવામાં આવશે. ફિલિપાઈન્સે જાન્યુઆરી 2022માં જ બ્રહ્મોસ મિસાઈલ માટે ભારત સાથે સોદો કર્યો હતો. સોદાને લઈને કથિત માહિતી મુજબ ભારત અને ફિલિપાઈન્સ વચ્ચે બ્રહ્મોસ મિસાઈલને લઈને US$375 મિલિયનનો કરાર થયો હોવાનું મનાય છે. આથી જ આ સોદો ફિલિપાઈન્સના ઇતિહાસમાં મહત્વનો સંરક્ષણ નિકાસ કરાર માનવામાં આવે છે.

નોંધનીય છે કે સુપરસોનિક બ્રહ્મોસ મિસાઇલ ક્રૂઝ વિશ્વની સૌથી સફળ મિસાઈલ પ્રોગ્રામમાંથી એક છે. 24 જાન્યુઆરીના રોજ ભારતીય વાયુ સેનાએ બ્રહ્મોસ મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું જે સફળ રહ્યું હતું. આ મિસાઈલની રેન્જ વધારીને 800 કિમીથી વધુ કરવામાં આવે છે. પ્રથમ નેવલ વર્ઝન મિસાઈલની રેન્જ 200 કિમી હતી. જે ગત વર્ષે વધારીને 500 કિ.મી. હવે તે વધીને 800 કિમી થઈ ગઈ છે. બ્રહ્મોસ મિસાઇલ હવામાં પોતાનો રસ્તો બદલવામાં માહેરછે. ફરતા લક્ષ્યોનો પણ નાશ કરે છે. દુશ્મનો પણ તેને તેમના રડારમાં શોધી શકતા નથી.

કામતે વધુમાં કહ્યું કે DRDO દ્વારા અત્યાર સુધી જે શસ્ત્રો બનાવવામાં આવી રહ્યા છે તે ટૂંક સમયમાં સેનાના ત્રણેય ભાગોમાં સામેલ કરવામાં આવશે. LCA Mk-1A, અર્જુન Mk-1A, QRSAM સિવાય અમારી કેટલીક વધુ મિસાઇલો ટૂંક સમયમાં સેનાનો ભાગ બનશે. મારા અંદાજ મુજબ શસ્ત્રો નિકાસ મામલે છેલ્લા 5-7 વર્ષોમાં 60 ટકા અથવા 70 ટકાથી વધુ ઉત્પાદનોની નિકાસ થઈ છે. એ જોતા લાગે છે કે આગામી સમયમાં વિદેશી દેશોની સેનાઓ પાસે ભારતમાં બનાવવામાં આવેલ શસ્ત્રો જોવા મળી શકે.


આ પણ વાંચો:26 January 2024/26 જાન્યુઆરી : ખેડૂત સંઘ ‘ભારતીય કિસાન યુનિયન’નું દેશના ખેડૂતોને ટ્રેક્ટર માર્ચનું આહ્વાન

આ પણ વાંચો: