આગ/ વડોદરાનાં ગોઠડા નજીક કેમિકલ કંપનીમાં આગ, 8 કર્મચારીઓ ઇજાગ્રસ્ત

વડોદરાના સાવલીના ગોઠડા ગામ નજીક એક કેમિકલ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગ લાગવાથી કંપનીમાં સતત વિસ્ફોટ થઈ રહ્યા છે. ફાયરના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે

Top Stories Gujarat Vadodara
A 201 વડોદરાનાં ગોઠડા નજીક કેમિકલ કંપનીમાં આગ, 8 કર્મચારીઓ ઇજાગ્રસ્ત

વડોદરાના સાવલીના ગોઠડા ગામ નજીક એક કેમિકલ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગ લાગવાથી કંપનીમાં સતત વિસ્ફોટ થઈ રહ્યા છે. ફાયરના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગને કાબૂમાં લેવાના સતત પ્રયત્નો ચાલુ છે. પોલીસ દ્વારા હાલ સાવલીથી વડોદરા સુધીનો મુખ્ય માર્ગ બંધ કરાયો છે.

આ પણ વાંચો :અમદાવાદ બાદ સૂરતમાં પણ કરર્ફ્યૂનો સમય વધારાયો, રાતે 9થી સવારે 6 સુધી રહેશે કરર્ફ્યૂ

A 202 વડોદરાનાં ગોઠડા નજીક કેમિકલ કંપનીમાં આગ, 8 કર્મચારીઓ ઇજાગ્રસ્ત

આ મામલે મળતી માહિતી અનુસાર,વડોદરાની શિવમ પેટ્રો કેમિકલ્સ નામની કંપનીમાં ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફેકટરીમાં રીએકટર ફાટતા આગમાં 8  કર્મચારીઓ દાઝયા હતા અને તેમને વધુ સારવાર માટે  વડોદરાની SSG હોસ્પિટલ લઇ જવાયા છે. ભીષણ આગને પગલે ફેકટરીમાં વ્યાપક નુકસાન તો થયું જ છે, આશરે આઠ કિલોમીટર સુધી રીએકટર ફાટવાનો અવાજ સંભળાયો હતો કે જે ઘટનાની ગંભીરતાને વર્ણાવે છે. ભારે ધડાકા અને ભડાકા સાથે આગ લાગતા આકાશમાં કાળા ડીબાંગ વાદળો સર્જાયા હતા અને આજુબાજુનાં લોકોમાં પણ ભય ફેલાઈ ગયો હતો.

a વડોદરાનાં ગોઠડા નજીક કેમિકલ કંપનીમાં આગ, 8 કર્મચારીઓ ઇજાગ્રસ્ત

આ પણ વાંચો :અમદાવાદમાં રાત્રિ કરર્ફ્યુના સમયમાં થયો ફેરફાર, શનિ-રવિ મોલ, થિયેટર પણ બંધ

વડોદરા ફાયર તેમજ અન્ય કંપનીઓના ફાયરની ટિમો પણ આગને કાબુમાં લેવા માટે પ્રયત્નશીલ બની છે. જણાવી દઈએ કે વિવિધ કેમિકલ તેમજ પાવડર બનાવે છે શિવમ કંપની અને તે સાવલીના ગોઠડા ગામે આવેલી છે.

A 203 વડોદરાનાં ગોઠડા નજીક કેમિકલ કંપનીમાં આગ, 8 કર્મચારીઓ ઇજાગ્રસ્ત

આગના એટલી ભીષણ છે કે ચારેબાજુ ધુમાડાના ગોટેગોટા નજરે ચડી રહ્યા છે. સુરક્ષા કારણોસર આસપાસના રહેણાંક વિસ્તારમાં ઘરો ખાલી કરાવવામાં આવ્યા છે. ફાયર વિભાગના જણાવ્યા મુજબ કંપનીમાં લાગેલી આગ હાલ કાબૂ બહાર છે. ભીષણ આગના કારણે મેજર કોલ જાહેર કરાયો છે. કંપનીમાં ફાયર સેફ્ટીના સાધનો પણ નથી. એવું કહેવાય છે કે  કંપનીએ ફાયર વિભાગ પાસેથી એનઓસી લીધેલી નથી.

આ પણ વાંચો :ગુજરાતના આ ગામમાં લાગ્યું સ્વૈચ્છિક લોકડાઉન

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…