રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્ય સરકાર સતત કોરોનાને કાબુ માં લેવા માટે વિવિધ નિયંત્રણો લાદી રહી છે. ત્યારે ગુજરાતના આ નાનકડા ગામમાં પણ કોરોના વાઇરસે માઝા મૂકી છે. અને ગામ લોકો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ પીપળાવ ગામે 7 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ગ્રામ પંચાયતે સ્થાનિક લેવલે કેસો વધતા નિર્ણય લીધો છે. વહેલી સવારથી 5.00 થી 1.00 સુધી બજારો ચાલુ રહેશે. 1 વાગ્યા પછી લોકડાઉન લાગુ થશે. સ્થાનિક વેપારીઓ અને નાગરિકોએ આ લોકડાઉનને સમર્થન આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યું ની સમય મર્યાદા માં વધારો કરી દેવા માં આવ્યો છે. ત્યારે અમદાવાદ, સુરત, વડોદરા ખાતે બાગ બગીચા અને ક્લબો અને સીટી બસ ઉપર નિયંત્રણ મુકવામાં આવ્યા છે. ઓફ લાઈન શિક્ષણ કાર્ય પણ બંધ,કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં કોરોના કેસનો દૈનિક આંક પણ 1000 ઉપર પહોચી ગયો છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
