Not Set/ આત્મનિર્ભર ભારત/ IT ક્ષેત્ર સાથે સંકળાયેલા યુવાનો દ્વારા tiktok પ્રકારની એપ તૈયાર કરાઇ

 જૂન મહિનામાં ગલવાન ઘાટીમાં ભારતીય અને ચીની સેના વચ્ચે થયેલ હિંસક અથડામણમાં ભારતના કમાન્ડિંગ ઓફિસર સહિત ૨૦ સૈનિકોના મૃત્યુ થયા હતા. જે બાદ ભારતની કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ સ્ટ્રાઈક ના ભાગરૂપે ચાઇનાની 59 જેટલી એપ્લિકેશન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જે 59 એપ્લિકેશનમાં નાનેરા થી લઈ મોટેરા સુધી સૌ કોઈમાં પ્રખ્યાત એવી tiktok એપ્લિકેશન પર […]

Gujarat Rajkot
 જૂન મહિનામાં ગલવાન ઘાટીમાં ભારતીય અને ચીની સેના વચ્ચે થયેલ હિંસક અથડામણમાં ભારતના કમાન્ડિંગ ઓફિસર સહિત ૨૦ સૈનિકોના મૃત્યુ થયા હતા. જે બાદ ભારતની કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ સ્ટ્રાઈક ના ભાગરૂપે ચાઇનાની 59 જેટલી એપ્લિકેશન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જે 59 એપ્લિકેશનમાં નાનેરા થી લઈ મોટેરા સુધી સૌ કોઈમાં પ્રખ્યાત એવી tiktok એપ્લિકેશન પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેના કારણે હવે લોકો ભારતીય બનાવટની tiktok પ્રકારની જે એપ્લિકેશનને પણ આવકારી રહ્યા છે. ત્યારે રાજકોટના એક યુવાને આ જ પ્રકારની એક મોબાઇલ એપ્લિકેશન પણ તૈયાર કરી છે

મંતવ્ય ન્યૂઝ સાથેની વાતચીતમાં એપ્લીકેશન ડેવલોપ કરનાર જયેશ વસાણીએ જણાવ્યું હતું કે તેમની એપ્લિકેશનમાં હાલ tiktok માં જેટલી પણ ફેસેલીટી આપવામાં આવતી હતી તે તમામ ફેસેલીટી આપવામાં આવી રહી છે હાલ માત્ર ડ્યુએટ ફેસીલીટી આપવાની બાકી છે હાલ તેના પર પણ કામ ચાલી રહ્યું છે ત્યારે આગામી એપ્લિકેશનના અપડેટમાં duet ફેસેલીટી પણ અમારા એપ્લિકેશન નો ઉપયોગ કરનારાઓ ને અમે આપીશું

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર ભારત ની વાત કરવામાં આવી હતી. ત્યારે જયેશ વરસાણી જેવા ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્ર સાથે જોડાયેલા યુવાનો દ્વારા હાલ જે એપ્લીકેશન બનાવવામાં આવી રહી છે તે ખરા અર્થમાં આત્મનિર્ભર ભારત ના સૂત્ર અને ખરા અર્થમાં ચરિતાર્થ કરી રહી છે. 

ધ્રુવ કુંડેલ, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.