Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Patel)ની શુભેચ્છા મુલાકાત છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈ (Vishnu Dev Sai)એ ગાંધીનગર (Gandhinagar)માં લીધી હતી.
તેઓ એકતાનગર (Ektanagar)માં હાલ ચાલી રહેલા ભારત પર્વમાં 10મી એ રાત્રે થનારી છત્તીસગઢ (Chhattisgarh) રાજ્યની વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિના કલાકારોને પ્રોત્સાહિત કરવા ગુજરાત (Gujarat) આવ્યા છે.

આગામી સમયમાં છત્તીસગઢમાં યોજાનારી રહેલી છત્તીસગઢ ઈન્વેસ્ટર્સ કનેક્ટમાં ગુજરાતના રોકાણકારોને પ્રેરિત કરવા છત્તીસગઢના મુખ્યમંત્રી મંગળવારે અમદાવાદ (Ahmedabad) તેમની સાથે બેઠકો પણ યોજવાના છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ કાર્યક્રમો પૂર્વે તેઓ મળ્યા હતા અને ગુજરાતે વાઇબ્રન્ટ સમિટ (Vibrant Summit)ની ઉત્તરોત્તર સફળતાને પગલે ‘મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ’નું સ્થાન મેળવ્યું છે તે વિશે જણાવવામાં ઊંડો રસ દાખવ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છત્તીસગઢના મુખ્યમંત્રીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ની પ્રેરણા અને માર્ગદર્શનમાં આ વર્ષે રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સ (VGRC)ના પ્રયોગ દ્વારા ગુજરાતના જિલ્લાઓમાં ઔદ્યોગિક રોકાણોને પ્રોત્સાહિત કરીને ‘વોકલ ફોર લોકલ’, ‘લોકલ ટુ ગ્લોબલ’ના ઉદ્દેશ સાથે વર્લ્ડ માર્કેટ આપવાના અભિગમથી માહિતગાર કર્યા હતા.

છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈએ ગુજરાતની ઇન્ડસ્ટ્રીયલ પોલિસી (Industrial Policy)ની વિસ્તૃત જાણકારી માટે ઉદ્યોગ અગ્ર સચિવ સહિતના વરિષ્ઠ સચિવો સાથે બેઠક પણ યોજી હતી.

એટલું જ નહીં, ગુજરાતમાં પબ્લિક ડિલિવરી સર્વિસીસ સિસ્ટમ અને જનહિત યોજનાઓના ટ્રાન્સપેરન્ટ તથા રિયલ ટાઈમ મોનિટરિંગ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં વિકસાવવામાં આવેલા સીએમ ડેશબોર્ડ (CM Dashboard)ની ગતિવિધિ અંગેની જાણકારી માટે વિષ્ણુ દેવ સાંઈએ સી.એમ. ડેશબોર્ડની પણ મુલાકાત લીધી હતી. તેઓ રિયલ ટાઈમ મોનિટરિંગ અને જન સંવાદ કેન્દ્રના ફીડબેક મિકેનિઝમની કામગીરીની તલસ્પર્શી જાણકારી મેળવી પ્રભાવિત થયા હતા. ગુજરાતની આવી પહેલોને છત્તીસગઢમાં શરૂ કરવામાં પણ તેમણે રુચિ દર્શાવી હતી

આ મુલાકાત વેળાએ મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ, સચિવ ડૉ. વિક્રમ પાંડે, ઇન્ડેક્સ ‘બી’ના મેનેજિંગ ડાયરેક્ટર કેયુર સંપત તથા સી.એમ. ડેશબોર્ડના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.
આ પણ વાંચો: પીએમ મોદી મત માટે સ્ટેજ પર નાચી પણ શકે છે,રાહુલ ગાંધીનું વિવાદાસ્પદ નિવેદન
આ પણ વાંચો: SIR ના બીજા તબક્કાનું એલાન,ચૂંટણી પંચે જાહેર કરી તારીખો
આ પણ વાંચો: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના ગૃહ જિલ્લા નાલંદામાં ચૂંટણી રેલી કરશે
