રાજકોટ
રાજકોટમાં આઇસક્રીમ પાર્લરમાં પોલીસે લાઈવ રેડ કરી હતી. મળતી માહિતી મુજબ આઈસ્કીમ પાર્લરની આડમાં યુગલો દ્વારા ગોરખધંધાઓ ચાલતા હતા.
ત્યારે રાજકોટ ચૌધરી હાઈસ્કૂલ સામે ચાલતા આઇસ્ક્રીમ પાર્લરમાં પોલીસે રેડ કરી હતી. ત્યારે પોલીસની રેડના લાઇવ દ્રશ્યો સામે આવ્યા હતા.
પોલીસે હેપી કેબિન પાર્લર પર રેડ પાડી હતી. ત્યા પહોચતા પોલીસને જોઇને તમામ યુવક-યુવતીઓ ત્યાથી ભાગી ગયા હતા. આ બનાવમાં કોલેજ સ્ટુડન્ટસ અને સ્કૂલના વિદ્યાર્થીઓને સમાવેશ થાય છે.
ચૌધરી હાઈસ્કૂલ સામે ચાલી રહેલા પાર્લર વિશે તેની જ સોસાયટીમાં કોઇએ જાણ કરી હતી અને પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસ અચાનજ ક હેપી પાર્લર ત્રાટકીને યુવક-યુવતીઓને ઝડપી પાડ્યા હતા.
કોલેજીયન કપલને કેબિન સુવિધા આપી જાહેરનામા ભંગ કરવામાં આવ્યું. ત્યારે બંધ કેબિન યુગલોને ફાળવવામાં આવતા હતા. ત્યારે પોલીસે રેડ કરી હતી. પોલીસે પાર્લરના સંચાલક આશિષ વાઢેર અને ભાર્ગવદાસ ગોંડલીયાના અટકાયત કરી હતી. આ સાથે જ પાર્લરના લાયસન્સ તથા ડોક્યુમેન્ટ્સની પણ ચકાસણી કરાઈ હતી.
