UPADTE: 2.14
મહેસાણા દૂધસાગર ડેરીમાં ચૂંટણી જંગ જામ્યો છે. અત્યાર સુધી 87 ટકા થયું મતદાન પૂર્ણ થયું છે. પાટણ બેઠક પર 100 ટકા મતદાન પૂર્ણ થયું છે. તો મહેસાણા બેઠક પર 82 ટકા મતદાન થયું છે. મોટાભાગની બેઠકોમાં મતદાન 80 ટકા જેટલું પૂર્ણ થયું છે. 15 બેઠકો પર સાંજે 5 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. વિપુલ ચૌધરી અને અશોક ચૌધરી પેનલ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે.
બહુ ચર્ચિત મહેસાણાની દૂધસાગર ડેરીમાં ચૂંટણી પ્રક્રીયા શરુ થઈ છે. કોરોના ગાઈડ લાઈન્સ સાથે ચૂંટણી શરુ કરવામાં આવી છે. 15 બેઠકો પર સવારે 9 થી સાંજે 5 સુધી મતદાન કરવામાં આવશે.
આ ચૂંટણીમાં વિપુલ ચૌધરી પેનલ-અશોક ચૌધરી પેનલ વચ્ચે સીધો જંગ જામ્યો છે. ડેરીમાં સત્તા હાંસલ કરવા બંને પક્ષો મેદાનમાં ઉતર્યા છે. મતદાન બાદ સાંજે 6 વાગે મતગણતરી થશે. ચૂંટણીમાં કુલ 1126 મતદારો મતદાન કરશે. આજે મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણી માટે વર્ધમાન વિદ્યાલય અરવિંદ બાગ ખાતે મતદાન યોજાયું છે.
11 બ્લોકમાં કુલ 15 સીટ પર મતદાન થશે. સિદ્ધપુરની બેઠક મામલે હાઇકોર્ટમાં નિર્ણય હજુ પેન્ડિંગ છે. કોર્ટના નિર્ણય બાદ જ સિદ્ધપુરની બેઠકમાં ચૂંટણી યોજાશે.
ઉલ્લેખનીય છે કે, નાણાકીય કૌભાંડમાં જેલમાં બંધ પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણા દુધસાગર ડેરીના ચેરમેન વિપુલ ચૌધરીની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. વિપુલ ચૌધરીની જોડિયા ખેરાલુ સહકારી મંડળીને અમાન્ય ઠેરવતા સરકારના નિર્ણય પર હાઈકોર્ટે સ્ટે મુકતા વિપુલ ચૌધરીને રાહત મળશે તેમ લાગી રહ્યુ હતુ. પરંતુ કોર્ટે તેની હંગામી જામીન અરજી ફગાવી દીધી છે. ચૂંટણી લડવા સંદર્ભે વિપુલ ચૌધરીએ હંગામી ધોરણે જામીન માટે અરજી કરેલી જે ફગાવાઈ દેવાઈ છે. હવે નિયમિત જામીન માટે તેણે કરેલી અરજી પર 13 જાન્યુઆરીએ સુનાવણી થશે.
નિયમિત જામીન અરજી મુદ્દે કોર્ટે રાજ્ય સરકાર સહિતના પક્ષકારોને નોટિસ ફટકારી છે. હવે વિપુલ ચૌધરીએ જેલમાં રહીને જ ચૂંટણી લડી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ખેરાલુ ની જોડિયા દૂધ ઉત્પાદક મંડળીના ઉમેદવારી ફોર્મમાં વિપુલ ચૌધરીને “ક” વિભાગમાં મુકતા વિવાદ સર્જાયો હતો. “ક” વિભાગમાં મુકાતા વર્ગીકરણના નિયમ પ્રમાણે વિપુલ ચૌધરી નું ફોર્મ રદ થતું હતું. ગુજરાત હાઇકોર્ટે “ક” વિભાગના ઉમેદવારી પત્ર ઉપર સ્ટે આપ્યો છે. વિપુલ ચૌધરીને ચૂંટણી લડવાની લીલી ઝંડી મળી છે.
જેલમાં બંધ ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીએ ગુજરાત હાઈકોર્ટમાં જમીન મુદ્દે અપીલ કરી હતી. અને રજૂઆત કરી હતી કે, તેમને રાજકીય અદાવત અને તેઓ આગામી દૂધસાગર ડેરીની મેનેજિંગ કમિટીની ચૂંટણી ન લડી શકે તે માટે કિન્નાખોરી રાખીને આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ અને નિવેદન લેવાના બહાને આવેલા અધિકારીઓએ તેમની ધરપકડ કરી છે. તેમણે કેસને લગતી વિગતો અને માહિતી આપી દીધી હોવા છતાં તેમની ધરપકડ કરવામાં આવી છે. તેઓ સમાજમાં નામના ધરાવે છે અને જામીનની શરતોનું પાલન કરવા તૈયાર હોવાથી તેમને જામીન મળવા જોઇએ.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
